રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા નગરમાં રામજી મંદિર ખાતેથી રામવાડી ની શોભાયાત્રા કાઢવામાં આવી.
ગરબાડા તા. ૧૪
આજે તારીખ 14 સપ્ટેમ્બર ના રોજ ગરબાડા નગરમાં આવેલ રામજી મંદિર ખાતેથી ઢોલ અગિયારસ નિમિત્તે રામવાડી ની શોભાયાત્રા ગરબાડા નગરમાં કાઢવામાં આવી હતી આ શોભા યાત્રા જન્માષ્ટમી પછી અગિયારસના દિવસે કાઢવામાં આવતી હોય છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણને રથમાં બેસાડીને નગર ચર્ચા માટે કાઢવામાં આવે છે અને નદી તેમજ સરોવર કિનારે તેમને નવડાવીને ઝુલણ ઝુલાવામાં આવે છે. સમગ્ર યાત્રામાં ગરબાડા નગરમાં યાત્રામાં ઢોલ નગારા તેમજ પેટી વગાડી અને ભજનોની રમઝટ સાથે આ શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે જે શોભા યાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાડામાં કાઢવામાં આવી હતી જેમાં ગરબાડા નગરના નગરજનો તેમજ ભક્તો ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે આ યાત્રામાં જોડાયા હતા.