odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ફતેપુરા તાલુકાના સુખસર વરૂણા આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લા દ્વારા ષષ્ટિપૂર્તિ સમારોહ સંમેલન યોજાયું*

Editor Dahod Live
4 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાના સુખસર વરૂણા આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લા દ્વારા ષષ્ટિપૂર્તિ સમારોહ સંમેલન યોજાયું*

*સુખસર તથા ફતેપુરમાં યોજાયેલ સંમેલનમાં અનુસૂચિત જાતિના ધોરણ પાંચ થી આઠમાં અભ્યાસ કરતા બાળકોને મફત ગણવેશનું વિતરણ કરાયું*

સુખસર,તા,10

  વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લા દ્વારા ષષ્ટિપૂર્તિ સમારોહ અંતર્ગત સુખસર પ્રખંડનું મકવાણા ના વરુણા ખાતે આવેલ આશ્રમશાળામાં હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું .

જેમાં અનુસૂચિત જાતિના ધોરણ પાંચ થી આઠમાં અભ્યાસ કરતા બાળકોને મુંબઈના દાતા વાડીલાલ યુ. દોશી જૈન પરિવાર તરફથી મફત ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

         વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ દ્વારા હિન્દુ સંમેલન અને ગણવેશ વિતરણ નો કાર્યક્રમ મકવાણાના વરુણા આશ્રમશાળા ખાતે ડૉ.ગિરીશભાઈ નળવાયા કેન્દ્રીય ટ્રસ્ટી મંડળના સદસ્ય અને દક્ષિણ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ, ફતેપુરા તાલુકા બી.આર.સી મુકેશભાઈ પટેલ,વાંકાનેર પટેલ ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના માલજીભાઈ ગરાસીયા,વાંકાનેર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ કટારા,દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના ટ્રસ્ટી મગનભાઈ ભૂનેતર, રોહિત સમાજના આગેવાન તથા સામાજિક કાર્યકર દેવચંદભાઈ પરમાર,પત્રકાર બાબુભાઈ સોલંકી,વરુણા આશ્રમશાળાના આચાર્ય રામસિંહભાઈ એન.પારગી,મદદનીશ શિક્ષક વિજયભાઈ એન. ઠાકોર કિરણસિંહ ચાવડા વિભાગ સહમંત્રી,મંત્રી દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના અધ્યક્ષ સ્થાને આશ્રમશાળાના આચાર્ય રામસિંહ ભાઈ એન પારગીની પ્રેરકઉપસ્થિતિમાં તારીખ 10/ 9 /2024 ના મંગળવારના રોજ 11 કલાકે હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું.વિશ્વ હિન્દુ પરિષદની કાર્ય પદ્ધતિ મુજબ શરૂઆત અને પુર્ણાહુતિ કરવામાં આવી હતી.આ પ્રસંગે સુખસર વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં અનુસૂચિત જાતિનાં ધોરણ 5 થી 8 માં અભ્યાસ કરતા કુમાર-કન્યા કુલ 120 તથા ફતેપુરા ખાતે અનુસૂચિત જાતિના ધોરણ પાંચ થી આઠમા અભ્યાસ કરતા 158 બાળકોને મુંબઈના દાતા શ્રીમાન શ્રી વાડીલાલ યુ.દોશી જૈન પરિવાર મૂળ સૌરાષ્ટ્ર હાલ મુંબઈ તરફથી ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતા.આ વિતરણ વ્યવસ્થા શ્રીકૃષ્ણ પ્રણામી સેવા સંસ્થાન જામ્બુવા તથા શ્રી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ જામ્બુવા અને દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોએ સંમેલનને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. તેમજ સમાજને સંગઠિત રહી આગળ વધવા આહવાન કરવામાં આવ્યું.અને બાબા સાહેબ આંબેડકરના સૂત્રને અપનાવવા જણાવવામાં આવ્યું હતું.

           અનુસૂચિત જાતિ કેળવણી મંડળ સમાજના કર્મશીલ ભાઈઓ અને બહેનો તેમજ બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમમાં વક્તા ડો.ગીરીશભાઈ નળવાયા એ જય શ્રી રામ,હિંદુ ધર્મ સંસ્કૃતિ પરંપરાના રક્ષણ તથા સંવર્ધન માટે 1964 માં મુંબઈના ચાંદીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દ્વિતીય સર સંઘ સંચાલક પૂ.ગુરુજીની પ્રેરણાથી હિન્દુ,શીખ,જૈન વગેરે ભારતીય પરંપરાઓના પૂજ્ય સંતો તથા પદ્મશ્રી કે કા શાસ્ત્રી જેવા વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ.આજ દિન સુધીના કાર્યકાળમાં અનેક સફળ આંદોલન તથા જન જાગરણ થકી વિહિપ દ્વારા શ્રદ્ધા કેન્દ્રોની મુક્તિ, લવ-લેન્ડ જેહાદ વિરુદ્ધ કાયદા, ગૌરક્ષા માટે કાયદા, ધર્માંતરણ અટકાવવું,ઘર વાપસી,સામાજિક સમરસતા,વનવાસી કલ્યાણ,સેવા, બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આજે પણ 32 દેશોમાં 63, હજાર કરતાં વધુ સમિતિઓ અને 700 જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલતી વિહીપ એ વિશ્વના દરેક હિન્દુનું પોતાનું સંગઠન છે.સંવત 2080 શ્રાવણ વદ આઠમ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ના રોજ સૌ હિંદુઓની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ ના 60 વર્ષ પૂર્ણ થયા,જેથી ષષ્ટિપૂર્તિ સમારોહ યોજવામાં આવ્યો હતો.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre