રાજેશ વસાવે :- દાહોદ
ખાદ્યસામગ્રીઓમાં થતી ભેળસેલ રોકવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું રાજ્યવ્યાપી ચેકીંગ ડ્રાઇવ..
દાહોદમાં તહેવારોને અનુલક્ષીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 30 સ્થળે થી દૂધ પ્રોડક્ટના સેમ્પલ કલેક્ટ કરી પરીક્ષણઅર્થે મોકલ્યા..
દાહોદ તા. 10
આગામી ગણેશ ચતુર્થી તેમજ નવરાત્રીના પર્વને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ડેરી પ્રોડક્ટ ના નમુના એકત્ર કરી ચકાસણી માટે રાજ્યવ્યાપી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દાહોદ શહેર સહિત તાલુકા વિસ્તારમાંથી 30 જેટલા સ્થળ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં દૂધ ઉત્પાદક પ્રોડક્ટ દૂધ,દહીં,પનીર,છાશ, ઘી, મીઠાઈઓ સહિતના પ્રોડક્ટોની ફૂડ ઇન્સ્પેક્ટર પિંકલ નગરાળાવાળા વાળાની આગેવાનીમાં એકત્ર કરવામાં આવ્યું હતું.જે વડોદરા ખાતે ટેમ્પલ પૃથ્થકરણ માટે મોકલી દેવામાં આવ્યું છે. આ સેમ્પલ નો રિપોર્ટ 15 દિવસમાં આવશે જેમાં જે ડેરી પ્રોડક્ટ નો નમૂનો નાપાસ થશે તે દુકાનદાર અથવા વેચાણ કરનાર વ્યક્તિ સામે લોકોના આરોગ્ય સાથે છેડા બદલ નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખની છે કે દાહોદમાં ચાર ઇન્ફોર્સમેન્ટ તેમજ 30 જેટલા સર્વિલન્સ દ્વારા ફક્ત ડેરી પ્રોડક્ટનું વેચાણ કરતી ડેરીઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જ્યાંથી ડેરી પ્રોજેક્ટ ના નમૂનાનું સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું. હાલ તહેવારોને અનુલક્ષીને ખાસ કરીને ફૂડ એન્ડ ટ્રક વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂટીન કામગીરી હાથ ધરવામાં આવી છે.