રાજેશ વસાવે :- દાહોદ
આજે તા. ૫/સપ્ટેમ્બર૨૦૨૪ ના રોજ અમારી કોલેજ આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ માં શિક્ષક દિવસની ઉજવણીકરવામાં આવી
દાહોદ તા. ૫
આજે તા. ૫/સપ્ટેમ્બર૨૦૨૪ ના રોજ અમારી કોલેજ આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ માં શિક્ષક દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી આ દિવસ ભારત ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વિદ્રાન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ નિમિતે ઉજવવામાં આવે છે.
અમારી કોલેજ નાં ઘણાખરા વિદ્યાર્થીઓએ શિક્ષકદિન નાં કાર્યક્રમમાં ભાગલીધો હતો અને તેમણે પણ જુદા-જુદા વિષય ના લેકચરો લઈને એક શિક્ષક તરીકે નો અનુભવ લીધો હતો અને પોતાની કલાત્મક પ્રતિભાનું નિદર્શન કર્યું હતું શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંશા કરી હતી.
કાર્યક્રમ ના અંતે કોલેજ ના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શિક્ષક દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યુ કે શિક્ષક એક એવી વ્યક્તિ છે જે વિધ્યાર્થીઓના જીવનમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે. શિક્ષક વિદ્યાર્થીઓને માત્ર જ્ઞાન જ આપતા નથી પરંતુ તેમને સારા નાગરિક બનવા માટે પણ પ્રેણા આપે છે.
આ કાર્યક્રમમાં સહભાગી થયેલા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન .