રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં ફ્રુડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું,૬ દુકાનો પરથી દૂધ તેમજ દૂધની બનાવટના પૃથ્થકરણ માટે મોકલાયા…
દૂધ અને દૂધની બનાવટોના એન્ફોર્સમેન્ટ નમૂના 2 અને સર્વેલન્સ નમૂના 6 આમ કુલ 8
નમૂના લઇ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા
ગરબાડા તા. ૫
ગરબાડા બજારમાં આજે આકસ્મિક રીતે દાહોદ ફ્રુડ વિભાગ દ્વારા દૂધની દુકાનો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં દાહોદ રોડ સેફ્ટી ઓફિસર પી એચ સોલંકી દ્વારા ગરબાડા ની ૬ જેટલી દૂધની દુકાનો ઉપર દૂધના નમુના તેમજ દૂધની બનાવટો ની ગુણવત્તાની ચકાસણી માટે સેમ્પલો કલેક્ટ કર્યા હતા. ફ્રુડ વિભાગ દ્વારા દૂધ છાસ પનીર સહિત નમુના સીલ કરીને ચકાસણી માટે લેબમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા. ફ્રુડ વિભાગ દ્વારા ઓચિંતુ ચેકિંગ હાથ ધરાવતા ભેળસેળ યુક્ત પદાર્થો વેચતા વેપારીઓમાં ભય જોવા મળ્યો હતો.