રાહુલ ગાંરી :- ગરબાડા
બોરીયાલા ગામ ખાતેથી પુષ્પાસ્ટાઈલમાં વિદેશી દારૂની હેરાફરી કરતો બુટલેગર પોલીસના હાથે ઝડપાયો…
ગરબાડા પોલીસે છકડા માંથી ચોર ખાનું બનાવી તેમાં લઈ જવાતો 71,040 નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
ગરબાડા તા. ૫
ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ રાહુલભાઈ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે તેમજ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવા માટે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બોરીયાલા ગામ ખાતે છકડાની અંદર ચોર ખાનું બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને બુટલેગર ત્યાંથી પસાર થનાર છે જે બાતમીના આધારે ગરબાડા પોલીસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થનાર છકડો ઝડપી પાડી.
જેને ગરબાડા પોલીસ મથકે લાવી તેમાંથી છકડાની નીચે ચોર ખાનું બનાવી સંતાડી રાખેલ 71, 040 નો વિદેશી દારૂ ઝડપે પાડી આરોપી માનસિંગભાઈ બદીયાભાઈ ડામોર સામે ગુનો નોંધી પોલીસે છકડો તેમજ વિદેશી દારૂ મળી 1,24,040 મુદ્દા માલ જપ્ત કરી બે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.. ઉલ્લેખનીય છે કે ગરબાડાની નજીક મધ્યપ્રદેશની બોર્ડર આવેલી છે ત્યાંથી બુટલેગર તત્વો દ્વારા મોટા પ્રમાણમાં વિવિધ કીમીઓ અપનાવીને વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડતા હોય છે. ગરબાડા પોલીસે મોટી માત્રામાં દારૂનો જતો ઝડપી પાડતા બુટલેગર આલમમાં ભઈની સાથે ફફડાટ જોવા મલિયો હતો..