Friday, 04/10/2024
Dark Mode

ચાર દિવસના વિરામ બાદ પંથકમાં સવારે ગાજવીજ સાથે વરસાદ, બપોરે આકરા તડકા બાદ સાંજે પુનઃ વરસાદી માહોલ..

September 2, 2024
        408
ચાર દિવસના વિરામ બાદ પંથકમાં સવારે ગાજવીજ સાથે વરસાદ, બપોરે આકરા તડકા બાદ સાંજે પુનઃ વરસાદી માહોલ..

રાજેશ વસાવે :- દાહોદ 

ચાર દિવસના વિરામ બાદ પંથકમાં સવારે ગાજવીજ સાથે વરસાદ, બપોરે આકરા તડકા બાદ સાંજે પુનઃ વરસાદી માહોલ..

પવિત્ર શ્રાવણના છેલ્લા દિવસે મેઘરાજા દાહોદ જિલ્લા પર મહેરબાન થતા સાર્વત્રીક વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

વરોડ નજીક નાણાના પાણીમાં ફસાયેલા યુવકનું ફાયર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું..

સંજેલીમાં મામલતદાર કચેરી કવાટર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

માછણનદીના કોઝવે પર પાણી ભરાયા,પોલીસે અવરજવર બંધ કરી છતાંય જોખમી રીતે નદી પાર કરતા લોકો.  

 લીમખેડામાં નાળા પરના દબાણના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. 

દાહોદ તા.02

ચાર દિવસના વિરામ બાદ પંથકમાં સવારે ગાજવીજ સાથે વરસાદ, બપોરે આકરા તડકા બાદ સાંજે પુનઃ વરસાદી માહોલ..

 દાહોદ જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ શ્રાવણ સોમવારના છેલ્લા દિવસે દાહોદ જિલ્લામાં મેહુલિયો મહેરબાન થતા વરસાદી માહોલ જામ્યો હતો. ગઈકાલ રાત થી જ પંચકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં સવારના 6:00 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના 12 કલાકમાં ગરબાડાને બાદ કરતા દાહોદ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર સારો એવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વહેલી સવારથી વરસાદી માહોલે જમાવટ કરતા આખો દિવસ વરસાદ વરસથી તેવું લાગી રહ્યું હતું

ચાર દિવસના વિરામ બાદ પંથકમાં સવારે ગાજવીજ સાથે વરસાદ, બપોરે આકરા તડકા બાદ સાંજે પુનઃ વરસાદી માહોલ..

પરંતુ 11 વાગ્યા પછી તડકા સાથે ઉઘાડ નીકળતા આંશિક ગરમી નો અહેસાસ થયો હતો પરંતુ સાંજ પડતા તો પુનઃ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા વરસાદી હેલીમાં પંથકમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી સાંજના 6:00 વાગ્યા સુધીમાં દાહોદ જિલ્લામાં સૌથી વધુ ફતેપુરા પંથકમાં 57 મિલીમીટર, સિંગવડમાં 43 મિલીમીટર,ધાનપુર સંજેલીમાં 12, દેવગઢ બારિયામાં 28 ગરબાડામાં 2,દાહોદમાં 25,લીમખેડામાં 50 ઝાલોદમાં 41 મિલી મીટર સુધી વરસાદ વરસ્યો હતો.

*માછણનદીના કોઝવે પર પાણી ભરાયા,પોલીસે અવરજવર બંધ કરી છતાંય જોખમી રીતે નદી પાર કરતા લોકો*

 ઝાલોદમાં ચાર દિવસના વિરામ બાદ વરસાદ વરસતા માછણનદીના કોઝવે પર પાણી ફરી વળ્યા હતા.જેની પગલે સ્થાનિક પોલીસ દ્વારા સલામતીના ભાગરૂપે રાહદારીઓ તેમજ વાહન વ્યવહાર બંધ કરાવતા સીમલખેડી,કાગડાખેડી કુણી,ખરવાણી,અણીકા સહિતના ગ્રામજનોને લીમડી આવવા જવા માટે 20 કિલોમીટર નો ફેરો ફરવો પડ્યો હતો.

*વરોડ નજીક નાળાના પાણીમાં ફસાયેલા યુવકનું ફાયર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું..*

 વરોડ નજીક વરસાદની માહોલમાં પાણી ભરેલા નાળામાં એક યુવક પડ્યો હતો. જોકે આસપાસના સ્થાનિકોએ તરત જ ઝાલોદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને આ યુવકને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં સફળતા સાંપડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!