Friday, 04/10/2024
Dark Mode

જયપુરથી બાંદ્રા જતી પરણિતા ભુલથી બીજી ટ્રેનમાં બેસીને દાહોદ આવી પહોંચી  રેલવે પોલીસે પરણિતાને પરિવારનો સંપર્ક કરી પતિને સોંપી

September 2, 2024
        517
જયપુરથી બાંદ્રા જતી પરણિતા ભુલથી બીજી ટ્રેનમાં બેસીને દાહોદ આવી પહોંચી   રેલવે પોલીસે પરણિતાને પરિવારનો સંપર્ક કરી પતિને સોંપી

રાજેશ વસાવે :- દાહોદ 

જયપુરથી બાંદ્રા જતી પરણિતા ભુલથી બીજી ટ્રેનમાં બેસીને દાહોદ આવી પહોંચી 

રેલવે પોલીસે પરણિતાને પરિવારનો સંપર્ક કરી પતિને સોંપી..

દાહોદ તા. ૨

ગત રવિવારના રોજ મહારાષ્ટ્ર બાંદ્રા ખાતે રહેતી પરણીતા બાંદ્રાથી જયપુર ફરવા ગઈ હતી.ત્યારે પરણીતા અજાણ્યા ઈસમોના ફોન પરથી પરણીતા એના પતિ ચંદન થી વાતચિત કરી કે હું પાછી ટ્રેનમાં બેસી જયપુર થી બાંદ્રા આવી રહી છું.ત્યારે તે વખતે જયપુર રેલ્વે સ્ટેશન પર એલાઉન્સ થયું ત્યારે ઈસમ પરણિતા પાસે આવી અને મામાચંદ લખેરા ખેલમંત્રી લખેરા સમાજ જયપુર રાજસ્થાનની ઓળખ બતાવી અને એના પતિ ચંદનના જાતિના સમાજના અગ્રણી હોવાનું કહી પરણીતાને જયપુર થી બાંદ્રાની ટિકિટ આપી પરણીતાને ચા નાસ્તો કરાવી ટ્રેનના આગળના જનરલ ડબ્બામાં જગ્યા કરી બેસાડી તે ઈસમ ત્યાંથી જતો રહ્યો હતો.ત્યારબાદ પરણીતાએ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરી કરતા મુંસાફરો પાસેના મોબાઈલ લઈ પરણીતાએ એના પતિ ચંદનથી વાતચિત કરી અને જણાવ્યું કે હું કોઈ બીજી ટ્રેનમા બેસી ગઈ છું ત્યારે ટ્રેન દાહોદ રેલ્વે સ્ટેશન પર આવતા પરણીતા દાહોદ રેલ્વે સ્ટેશન પર ઉતરી દાહોદના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર બેસી હતી.તે સમયે દાહોદ રેલ્વે સ્ટેશન પર ફરજ પર હાજર મહિલા પોલીસની નજર પ્લેટફોર્મ પર બેસી રહેલ યુવતી પર શંકા જતા યુવતીથી પૂછપરછ કરતા તે જયપુરથી બાંદ્રા જઈ રહી હતી અને ભૂલથી બીજી ટ્રેનમાં બેસી દાહોદ આવી પહોચતા પરણીતાએ જણાતા મહિલા પોલીસે પરણીતાને રાજકીય રેલ્વે પોલીસ મથકે લાવી પરણીતાના પરિવારનો સંપર્ક કરી પરિવારને બોલાવી કાયદેસરની કાર્યવાહી કરી પરણીતાને મહારાષ્ટ્રના બાંદ્રાથી આવેલ તેના પતિ અને સાસુને સોપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!