ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર પંથકમાં અતિભારે વરસાદના કારણે કોસંબા ડીપ નાળું ધોવાયો..
સંતરામપુર તા. ૨૮
સંતરામપુર આવવા માટે ગામમાં લોકો ડુંગરા ચઢીને સંતરામપુર પંથકમાં ખોડદરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલું કોસંબા અને ટીમભરવા ગામ નો ડીપ નું ધોવાણ થતાં ગામના લોકોનો સંપર્કિયો 2500 થી 3,000 નું વસ્તી ધરાવતો ગ્રામ મુશ્કેલીમાં મુકાયા આ ગામની અંદર ત્રણ આંગણવાડી બે પ્રાથમિક શાળા કુલ 500 ની આસપાસની સંખ્યામાં બાળકો અભ્યાસ પણ કરે છે શિક્ષકોને આવવા માટે પણ મુશ્કેલી પડતી હોય છે તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે અગાઉ પણ આ ડીપ બનાવવા માટે સરપંચ રજૂઆત કરેલી તેમ છતાં કામગીરી કરવામાં આવેલી ન હતી. અત્યારે પરિસ્થિતિ એવી જોવા મળેલી છે કે આ ડીપ ધોવાના કારણે ગામના લોકોને સંપર્કટ વિહોણો બન્યો છે આના કારણે ગામના લોકો સંતરામપુર આવવા માટે ડુંગરા ચડીને ડુંગરા ઉતરીને આવતા હોય છે તેવી પરિસ્થિતિઓ સર્જાઇ રહેલી છે ત્રણ દિવસ જેટલો વીજ પુરવઠો પણ ખોરવાય અતિશય મુશ્કેલી આ ગામના વેઠી રહેલા છે સંતરામપુર આવવા માટે ફક્ત આ જ રસ્તોનો વધારો છેલ્લા ચાર દિવસથી આ જ પરિસ્થિતિ સર્જાયેલી છે કેટલાક કર્મચારીઓની ગામના લોકોને સંતરામપુર આવવા માટે કોલેજમાં આવવા માટે બાળકોને પણ ડુંગરા ઉતારો પણ ચડવા પડે તેવી પરિસ્થિતિ જોવાઈ રહેલી આખું ગામ વિહોણું બનેલું છે ઘટના સ્થળે સરકારી તંત્ર મુલાકાત લે અને રસ્તા ચાલુ કરે તેઓ ગ્રામજનો રહ્યા છે.