ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં અતિભારે વરસાદના કારણે કોલેજરોડ વિસ્તારમાં દુકાનો-મકાનોમાં પાણી ભરાયા…
સંતરામપુર તા. ૨૮
સંતરામપુર કોલેજ રોડ વિસ્તારમાં સતત વરસાદ પડવાના કારણે લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી ભરાઈ જતા અને વરસાદી પાણીનો નિકાલ ના કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા ધંધા રોજગારમાં મોટી અસર જોવા મળી હતી આ વિસ્તારની અંદર પાલિકા દ્વારા દર વર્ષે રીપેરીંગ માટેનો ખર્ચ પણ કરવામાં આવે છે તેમ છતાંય પરિસ્થિતિ આજ જોવા મળી આવેલી છે સંતરામપુર બસ સ્ટેશન ચાર રસ્તા થી કારગીલ સુધી રસ્તા હાલતમાં ક્યાં દેખો ત્યાં મોટા મોટા ખાડા જોવા મળી આવેલા છે દિન પ્રતિદિન પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે અમરદીપ સોસાયટીની અંદર મોટું પાણીનું તળાવ જોવા મળી આવેલું છે આના કારણે લોકોને અવાર-જવર કરતી પણ બંધ થઈ ગઈ છે વહેલી તગી આ વરસાદી પણ નિકલ કરવામાં આવે એને રસ્તાની મરામત કરવામાં આવે તેવી લોકોની માંગ ઉભી થયેલી છે.