Friday, 11/10/2024
Dark Mode

ગરબાડાનાં ટૂંકીવજુ ગામેં કાકા જોડે બકરા ચરાવવા ગયેલા 15 વર્ષીય કિશોર ઉપર દીપડાનો હુમલો..  હુમલામાં ઇજાગ્રસ્ત કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 

August 27, 2024
        1488
ગરબાડાનાં ટૂંકીવજુ ગામેં કાકા જોડે બકરા ચરાવવા ગયેલા 15 વર્ષીય કિશોર ઉપર દીપડાનો હુમલો..   હુમલામાં ઇજાગ્રસ્ત કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 

રાજેશ વસાવે :- દાહોદ 

ગરબાડાનાં ટૂંકીવજુ ગામેં કાકા જોડે બકરા ચરાવવા ગયેલા 15 વર્ષીય કિશોર ઉપર દીપડાનો હુમલો.. 

હુમલામાં ઇજાગ્રસ્ત કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 

દાહોદ તા.27

ગરબાડાનાં ટૂંકીવજુ ગામેં કાકા જોડે બકરા ચરાવવા ગયેલા 15 વર્ષીય કિશોર ઉપર દીપડાનો હુમલો..  હુમલામાં ઇજાગ્રસ્ત કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 

 ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામે નદી પાસે કાકા જોડે બકરા ચરાવવા ગયેલા 15 વર્ષથી બાળક ઉપર દીપડાએ એક પછી એક બે વાર હુમલો કર્યો હતો જોકે આ દરમિયાન બાળકના કાકાએ બૂમાબૂમ કરતા દિપડો ભાગી ગયો હતો.દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા બાળકને લોહી લુહાણ અવસ્થામાં સારવાર અર્થે દાહોદ ખસેડવામાં આવ્યું હતું.

ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામના રોઝી ફળિયામાં રહેતા 15 વર્ષીય કિશોર મિનેષભાઈ દિનેશભાઈ પરમાર, તેના કાકા મહેશભાઈ સાબુભાઈ પરમાર જોડે ઘરની નજીક નદી પાસે બકરા ચરાવવા ગયો હતો દરમિયાન દરમિયાન ખાડામાં સંતાઈ રહેલા દીપડાએ હુમલો કર્યો હતો.જેમાં મિનેષના મોઢાના ભાગે હાથના ભાગે તેમજ પગના ભાગે ઇજાઓ કરી હતી.કિશોરે તેમજ તેના કાકાએ બૂમાબૂમ કરતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.ત્યારબાદ મિનેષને સારવાર માટે ગાંગરડી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ વધુ સારવાર માટે 108 ની મદદથી દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉ્લેખનીય છે કે ચોમાસાની સિઝન ચાલુ થતાની સાથે જ દીપડા દ્વારા અવારનવાર માનવ વસતા ઉપર હુમલાઓ થવાની ઘટનાઓ બનતી હોય છે. હાલ ઘટનાને પગલે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!