બાબુ સોલંકી :- સુખસર
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ફતેપુરા ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો*
*સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાયનું વિતરણ કરાયું*
*ધારાસભ્ય રમેશભાઈ કટારા ની પ્રેરક ઉપસ્થિતિ માં યોજાયો હતો કાર્યક્રમ*
સુખસર,તા.૨૫
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તારીખ રપ ઓગસ્ટ- ૨૦૨૪ ના રોજ ફતેપુરા તાલુકા પંચાયત ખાતે લખપતિ દીદી કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ફતેપુરા તાલુકા પંચાયત ખાતે રવિવારના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર ખાતેથી કાર્યક્રમનો સંબોધન કર્યું હતું.આ કાર્યક્રમમાં મામલતદાર વસાવા,તાલુકા વિકાસ અધિકારી યોગેશ બારીયા,તાલુકા પંચાયત ઉપપ્રમુખ સહિત સ્વ સહાય જૂથોની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા જણાવ્યું હતું કે,
મહિલાઓ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે.આ યોજનાઓ હેઠળ મહિલાઓને તમામ પ્રકારની સુવિધાઓ મળે છે.આવી જ એક યોજના છે.જેના હેઠળ મહિલાઓને વગર વ્યાજે પાંચ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ઘણી જાહેર સભાઓમાં આ યોજનાનો ઉલ્લેખ કરે છે.આ યોજનાનું નામ લખપતિ દીદી યોજના છે.જે એક કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ છે. આજે અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ.
સરકાર દ્વારા મહિલાઓની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમને સક્ષમ બનાવવા માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે.દર વર્ષે લાખો મહિલાઓ આ યોજનાનો લાભ લઈ રહી છે.અને અત્યાર સુધીમાં કરોડો મહિલાઓએ લખપતિ દીદી યોજનાનો લાભ લીધો છે.કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં એક કરોડથી વધુ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે.
લખપતિ દીદી યોજના હેઠળ, મહિલાઓને વિશેષ તાલીમ આપવામાં આવે છે.અને તે પછી તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ૧ લાખ રૂપિયાથી લઈને ૫ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે. આટલું જ નહીં લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને બિઝનેસ શરૂ કર્યા બાદ માર્કેટમાં કેવી રીતે પ્રવેશ કરવો તે પણ જણાવવામાં આવે છે.આનો અર્થ એ છે કે તમને તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે સંપૂર્ણ માર્ગદર્શન મળે છે.
૧૮ વર્ષથી ૫૦ વર્ષની વચ્ચેની કોઈપણ મહિલા લખપતિ દીદી યોજના માટે અરજી કરી શકે છે.આ માટે, મહિલાઓએ નજીકના સ્વ-સહાય જૂથમાં જોડાવું જરૂરી છે.જ્યાં તેમણે તમામ જરૂરી દસ્તાવેજો અને તેમની વ્યવસાય યોજના સબમિટ કરવી પડશે.આ પછી લોન મંજૂર થાય છે. અરજી માટે આધાર કાર્ડ,પાન કાર્ડ, બેંક પાસબુક અને આવકનો દાખલો આપવાનો રહેશે.લાઈવ કાર્યક્રમ નિહાળીયા બાદ સ્વ સહાય જૂથોની મહિલાઓને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા.