રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના પાટીયા ગામ ખાતે નેળફળિયામાં કાચા મકાનની દિવાલ ધરાશાયી
આ અકસ્માતમાં ઘરના સદસ્યો બહાર હોવાના કારણે જાનહાની ટળી..
ગરબાડા તા. ૨૬
ગરબાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ મન મૂકીને સારો વરસી રહ્યો છે નદી નાળા તેમજ જળાશયની સપાટીની જળ સપાટીમાં પણ વધારો જોવા મળી રહે છે પરંતુ આ વરસાદના કારણે કાચા મકાનોની દિવાલોમાં ભેજ આવવાના કારણે કાચા મકાનોની દિવાલ ધરાસાઈ થવાના બનાવો પણ બની રહ્યા છે ત્યારે આજે તારીખ 26 ઓગસ્ટના રોજ સવારના 6:30 વાગ્યાના સુમારે ગરબાડા તાલુકાના પાટીયા ગામ ખાતે નેળ ફળિયાનાં ભુરીયા કાજુભાઈ સોમજીભાઈ ના કાચા મકાનની દિવાલ ધરાશે થવા પામી હતી. સદનસીબે આ દિવાલ ધરાશે ત્યારે ઘરના સદસ્યો બહાર હોવાના કારણે કોઈપણ પ્રકારની જાનની સર્જાય ન હતી. અકસ્માત ની જાણ તલાટી તેમજ સરપંચને કરાતા તેઓ પણ કરાઈ હતી. અને આગળના કાર્યવાહી હાથ ધરી હતી.