મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકામાં સરકાર માન્ય એગ્રો પર ખાતરની અછત કાળા બજારીયો ગેલમાં
સંજેલી નગરમાં 15 જેટલા ખાતર એગ્રો સેન્ટર સામે 30,000 જેટલા ખેડૂતોની સંખ્યા.
સંજેલીના ખેડૂતોને યુરિયા ખાતર ન મળતા અન્ય તાલુકા માંથી 450રૂ.ની થેલી લાવવાનો વારો આવ્યો.
સંજેલી તા. ૨૪
આ સરકાર ખેડૂતોને હેરાન કરે તેમ લાગી રહ્યું છે સંજેલીમાં ખાતર ન મળતા પરેશાન યુરિયા ખાતરની અછત ને લઇ ખેડૂતો મજબૂર જેને લઇ ખેડૂતો અન્ય તાલુકાઓમાંથી કાળા બજારમાંથી 266.50 ભાવનું ખાતર 420 થી 550 સુધીનું ખાતર લેવા ખેડૂતો મજબૂર બન્યા. વહીવટી તંત્ર દ્વારા આ કાળા બજારીઓને કેમ પકડતી નથી? સરકાર માન્ય એગ્રો પર ખાતર નથી તો આ બે નંબરયો પાસે ખાતર ક્યાંથી આવ્યું? શું ખેતીવાડી અધિકારી આ બાબતથી અજાણ છે કે કેમ? સરકાર માન્ય એગ્રો પર ખાતર ન મળતા કાળા બજારીઓ ગેલમાં.
સંજેલી તાલુકાના ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે સમયસર ખાતર નહીં મળતા ગરીબ ખેડૂતો મજબૂર બન્યા છે.તાલુકામાં 15 જેટલા સરકાર માન્ય એગ્રો આવેલા છે તેની સામે 30,હજાર જેટલા ખેડૂતોની સંખ્યા આવેલી છે. સરકાર માન્ય એગ્રો હોવા છતાં સંજેલી નગરમાં કુત્રિમ ખાતર ની અછત ખેડૂતોને અન્ય તાલુકા માંથી યુરિયા ખાતર લાવવા માટે મજબુર બન્યા છે. યુરિયા ખાતર નો ભાવ 266.50 ના બદલે ખેડૂતો 420 થી 500 રૂપિયાનો ભાવમાં કાળા બજારીયો પાસેથી લેવા મજબૂર બનીયા.સંજેલી ગોઠીબ,સંતરામપુર, નવાગામ સહિતના અન્ય તાલુકાઓમાં ભટકવાનો વારો આવ્યો છે. સંજેલી તાલુકામાં ખેડૂતોના પૂરતું ખાતર મળતું નથી અન્ય તાલુકામાં સિંગવડ. સંતરામપુર. ગોધરા. મોરવા. સહિત ખાતરની થેલી લેવા જાય છે સંજેલીના એગ્રો નું ખાતર બારોબાર ક્યાં જાય છે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા જીણવટ ભરી તપાસ કરવામાં આવે તો કયા કયા દુકાનદારો કાળા બજારીઓમાં આપી સેટિંગમાં ચાલે છે કે શું કે ઉપરથી ખાતરનો જથ્થો fળવાતો નથી કે શું?ખેડૂતો પ્રમાણે ખાતર કેમ અપાતું નથી જેને લઇ સંજેલી તાલુકાના ખેડૂતો અન્ય તાલુકામાં યુરિયા ખાતર ની એક થેલી પાછળ 520 રૂપિયા અને 420 આપી ખાતર ખરીદવા મજબૂર બન્યા છે. ખેડૂતો પોતાની ખેતી પાકમાં સારી ઉપજ માટે ખાતરને lai કટોકટીનો સમય ચાલી રહ્યો છે તેવામાં જ સમય સંજેલી તાલુકાના સરકાર માન્ય એગ્રો સેન્ટરમાં ખાતર જોવા મળતું નથી સરકારી એગ્રો સેન્ટરોમાં યુરિયા ખાતર ની એક બેગ નેનોની બોટલ સાથે રૂપિયા 350 ના ભાવે વેચાણ કરવામાં આવે છે પરંતુ એગ્રો સેન્ટરોમાં હાલ ખાતર જોવા મળતું નથી જ્યારે કેટલાક તકવાદી ખાનગી વેપારીઓ યુરિયા ખાતર રૂપિયા 420 થી 500 સુધી કાળા બજારમાં વેચાણ કરી રહ્યા છે અને ખેડૂતો આ ઊંચા ભાવે ખાતર લેવા મજબૂર બની રહ્યા છે જો આ *સરકાર માન્ય એગ્રો પર સમયસર ખાતર મળતું નથી તો આ કાળા બજારીઓ વેપારીઓ પાસે ખાતર ક્યાંથી આવે છે* સરકાર માન્ય એગ્રો સેન્ટરો અને સરકાર દ્વારા લાઇસન્સ આપ્યા બાદ જરૂરિયાત પ્રમાણે ખેડૂતોને સમયસર ખાતર નહીં મળી શકતું તો આવા સરકાર માન્ય એગ્રો સેન્ટરો ચલાવવાનો શું અર્થ છે.
સંજેલી તાલુકામાં ખેડૂતોને સમયસર પૂરતું ખાતર મળતું નથી સરકાર માન્ય એગ્રો પર લાઈનો પડે છે આખો દિવસ ઉભા રહે છતાં ખાતર મળતું નથી ખાતરનો સ્ટોક પૂરો થઈ ગયો કહેવામાં આવે છે આ એગ્રો નું ખાતર બારોબર ક્યાં જાય છે. અન્ય તાલુકાઓમાં સમયસર ખાતર મળે છે તો સંજેલીમાં કેમ નથી મળતું લાગતા વળગતા અધિકારીઓ દ્વારા જીણવંટ રીતે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
રણછોડ ગવજી ખેડૂત