બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકામાં ખાતરની કુત્રિમ અછત ઊભી કરાતા આડેધડ ભાવો વસુલાત કરતા તકવાદી વેપારીઓ*
*ફતેપુરા તાલુકામાં ખાનગી વેપારીઓ ₹450 થી ₹650 સુધી ખાતરની એક બેગ ખુલ્લેઆમ વેચાણ કરી ખેડૂતોને ધોળા દિવસે લૂંટી રહ્યા છે*
*તાલુકામાં ખેડૂતોને ખાતરની જરૂરિયાતના સમયેજ એગ્રો સેન્ટરોમાં ખાતર નહીં મળતાં ખેડૂતોની ખેતી નિષ્ફળ જવાના એંધાણ*
*ખેતી પ્રધાન ગણાતા દેશમાં ખેડૂતોને ખાતરની જરૂરિયાતના સમયે સરકાર અને મગરના આંસુ સારતા ખેડૂત આગેવાનો સંતાયા છે ક્યાં? ખેડૂતોનો પ્રશ્ન*
સુખસર,તા.22
ખેડૂતને જગતના તાતનું બિરુદ પામેલો ખેડુત એક કણમાંથી મણ બનાવી દુનિયાના માનવ જીવોને જીવિત રાખવા રાત દિવસ ખેતીમાં મહેનત મજૂરી કરી એક પ્રકારે પાલનહાર ગણાતા ખેડૂતને પોતાની ખેતીની ઉપજ માટેની પ્રાથમિક જરૂરિયાતના સમયેજ સરકાર અને મગરના આંસુ સારતા અને કહેવાતા ખેડૂત આગેવાનો ખેડૂતોની મુશ્કેલીના સમયે ક્યાંય સંતાઈ ગયા હોય તેમ જોવા મળી રહ્યું છે.જ્યારે હાલ ખેડૂતો પોતાની ખેતીમાં ખાતરની કટોકટી જરૂરિયાતના સમયે ખાતર નહીં મળતા હડિયા દોટ લગાવી રહ્યા છે.અને તેવા સમયે ખેડૂતોને મદદ માટે કોઈ આગેવાની કરવા નહીં હોય ત્યારે ખેડૂતોને રાજકીય અને ખેડૂત આગેવાનો તકવાદીની ભૂમિકા ભજવી છેતરપિંડી કરી ગયા હોવાની ખેડૂતો પ્રતીતિ કરી રહ્યા છે!
જાણવા મળેલ વિગતો મુજબ હાલ ખેડૂતોને પોતાની ખેતીમાં ખેતી પાકમાં સારી ઉપજ માટે ખાતરની કટોકટીનો સમય ચાલી રહ્યો છે.તેવા જ સમયે ફતેપુરા તાલુકાના સરકાર માન્ય એગ્રો સેન્ટરોમાં ખાતર જોવા મળતું નથી.સરકારી એગ્રો સેન્ટરોમાં યુરિયા ખાતરની એક બેગના રૂપિયા 266.50 ના ભાવે વેચાણ કરવામાં આવે છે.પરંતુ એગ્રો સેન્ટરોમાં હાલ ખાતર જોવા મળતું નથી.જ્યારે કેટલાક તકવાદી ખાનગી વેપારીઓ યુરિયા ખાતર રૂપિયા 450 થી રૂપિયા 650 સુધી કાળા બજારમાં વેચાણ કરી રહ્યા છે.અને ગરજાઉ ખેડૂતો આ ઊંચા ભાવે ખાતર લેવા મજબૂર બની રહ્યા છે.જો સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકોને ખેડૂતોને જરૂરિયાતના સમયે ખાતર પૂરું પાડવામાં આવતું નહીં હોય તો આ તકવાદી વ્યાપારીઓ ખાતર લાવે છે ક્યાંથી?અને સરકાર માન્ય એગ્રો સેન્ટરોને સરકાર દ્વારા લાઇસન્સ આપ્યા બાદ જરૂરિયાત પ્રમાણે ખેડૂતોને સમયસર ખાતર નહીં મળી શકતું હોય તો આવા સરકાર માન્ય એગ્રો સેન્ટરો ચલાવવાનો અર્થ શું છે? દર વર્ષે ખેડૂતો માટે સરકાર કરોડો રૂપિયા ફાળવે છે છતાં કોઈ ખેડૂતને ખેતી માટે મફતના એવા કોઈ જ લાભ આપવામાં આવતા નથી તે ખેડૂત ખેતી કરી શકે.ખેડૂતો ઊંચા ભાવના બિયારણ ખાતર પાણી વગેરેનો પોતાની જાત મહેનતથી ખર્ચ કરી ખેતીની ઉપજ મેળવે છે.અને ખેતી માટે જોઈતી તમામ વસ્તુઓ માટે ક્યારેય સરકાર પાસે હાથ લાંબો નથી કરતી.ત્યારે ખેડૂત પોતાના ખર્ચે ખેતી કરવા તૈયાર હોવા છતાં ખેતીની ઉપજમાં વપરાતા ખાતર માટે કટોકટીના સમયે એગ્રો સેન્ટરો માંથી ખાતર ગાયબ થઈ જાય ત્યારે સરકાર ના જવાબદાર સ્થાનિક અધિકારીઓ અને ખેડૂત આગેવાનો કેમ અંધારા ખૂણામાં જઈને સંતાઈ ગયા છે?તેવી ખેડૂતોમાં ચર્ચા થઈ રહી છે.અને આવા સમયે કોઈપણ ખેડૂતનું નેતા હોય કે ખેડૂત આગેવાન હોય તેની સામે લોહી ઊઠે તેમાં બે મત નથી.
ખેતીમાં ખાતર મુકવાની કટોકટીનો સમય ચાલી રહ્યો છે.ત્યારે કોઈપણ ખેડૂતને વહીવટી તંત્ર સામે આક્રોશ હોય તે સમજી શકાય તેવી બાબત છે.અને તેમના માટે લખવું કે બોલવું હોય તો ચોપડાના ચોપડાઓ ભરાઈ જાય પરંતુ વહીવટી તંત્ર ખેડૂતોની મજબૂરી સમજે અને એગ્રો સેન્ટરોમાં તાત્કાલિક ખાતર આવે તેવું આયોજન કરે તે ખાસ જરૂરી છે.જો જગતના તાત ગણાતા ખેડૂતના પગ ભાગશે તો પ્રજા ભૂખે મરશે પરંતુ દેશ દેવાદાર બનશે તે ભૂલવું જોઈએ નહીં.