બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકામાં ભારત બંધના એલાનના પગલે વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપ્યું*
*ફતેપુરા તાલુકાના ફતેપુરા,સુખસર, બલૈયા,આફવા જેવા ગામોમાં ભારત બંધના એલાનને જબ્બર પ્રતિસાદ મળ્યો*
સુખસર,તા.21
આદિવાસી તથા દલીત સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપ્યું હતુ.ત્યારે આ બંધ સફળ થાય તે માટે ફતેપુરા તાલુકાનાં વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખીને આદિવાસી તથા દલિત સમાજના બંધના સમર્થનને સમર્થન આપ્યું હતું.
ભારતીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આદિવાસી અને દલિત સમુદાયના અનામતના સંદર્ભે પેટા જાતિનું વર્ગીકરણ કરવા તેમજ ક્રિમિલિયર લાગુ કરવા બાબતે આપવામાં આવેલા ચુકાદાના વિરોધમાં ભારત 1 ઓગસ્ટના રોજ આદિવાસી તેમજ દલિત સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાનના પગલે ફતેપુરા તાલુકાના ફતેપુરા નગર બલૈયા આફવા સુખસર ગામના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર જડબેસલાક બંધ રાખીને આદિવાસી સમાજ દ્વારા આપેલા બંધના એલાને સમર્થન આપ્યું હતું. આદિવાસી સમાજના આ બંધના એલાનને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ રાખીને આદિવાસી સમાજ સાથે કદમથી કદમ મિલાવીને પોતાના ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપ્યું હતું.ફતેપુરા સહિત સુખસર જડબેસલાક બંધ રહેતા ફતેપુરા તાલુકાના આદિવાસી તથા દલિત સમાજના લોકોમાં પણ ઉત્સાહક જોવા મળતો હતો.આમ ફતેપુરા તાલુકામાં આદિવાસી તથા દલિત સમાજ દ્વારા આપેલ બંધના એલાનને જબ્બર પ્રતિસાદ સાંભળ્યો હોવા નજરે જોતા જણાઈ રહ્યું હતું.