રાજેશ વસાવે :- દાહોદ
ધાનપુર પીપેરો ચોકડી ખાતે પ્રસ્થાપિત બિરસા મુંડાની પ્રતિમાને યથાવત રાખવાની માગણી સાથે આદિવાસી સમાજ દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું.
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના ધાનપુર પિપેરો ચોકડીના નામકરણ અને આદિવાસીઓના ભગવાન આદિવાસી ક્રાંતિ પુરૂષ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા સ્થાપિત કરતાં સરકારી તંત્ર દ્વારા હટાવવાની કોશિશ કરતાં દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો ત્યારે આ મામલે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો અને આદિવાસી સમાજના લોકો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને સંબોધતુ આવેદનપત્ર કલેક્ટર કચેરીએ સુપ્રત કરી આ પ્રતિમા સરકારી રાહે મંજુર થાય તેવી રજુઆત કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો તેમજ આદિવાસી સમાજના લોકો આજરોજ મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી ગયાં હતાં જ્યાં કલેક્ટરને સંબોધતુ આવેદનપત્ર કલેક્ટર કચેરીએ સુપ્રત કરવામાં આવ્યું હતું અને જેમાં જણાવ્યાં અનુસાર, આદિવાસી બાહુલ્ય અનુસુચિત વિસ્તારોના જાહેર સ્થાનો પર આદિવાસી સમાજ દ્વારા પોતાના સમાજના મહાપુરૂષોના નામકરણ અને પ્રતિમા સ્થાપિત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. એ અંતર્ગત દાહોદ જિલ્લાના લીમખેડા ધાનપુર રોડ પર આવેલ ધાનપુર તાલુકાના પિપેરો ચોકડી પર આદિવાસીઓના ભગવાન અને ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવા દરેક કચેરી પાસે માંગણી અને જાણ એક વર્ષ જેટલો સમય થયો હોવા છતાં કોઈપણ કચેરી તરફથી કોઈપણ પ્રકારનો પ્રતિભાવ કે જવાબ આ વિસ્તારના આદિવાસીઓને મળ્યો ન હતો. પરિણામ સ્વરૂપ આ ૦૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોઈ આ વર્ષની ઉજવણી દરમ્યાન સમાજ પોતાના ખર્ચે પિપેરો ચોકડીનું નામ બિરસા મુંડા ચોકડી પિપેરો આપી એ જગ્યાએ ભહવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવાનું નક્કી કર્યુ હતું. વિશ્વ આદિવાસી દિવસ મનાવવા ભેગા થયેલા હજારો આદિવાસીઓએ સરકારી તંત્રની ઉપેક્ષા ધ્યાનમાં રાખી પોતાના ખર્ચે લીમખેડા ધાનપુર રોડ પર શિડ્યુલ એરિયામાં આવેલ પિપેરો ચોકડીનું નામકરણ કરી પ્રતિમા સ્થાપિત કરી છે. આદિવાસી અનુસુચિત વિસ્તારમાં સ્થાપિત થયેલ આદિવાસી ક્રાંતિપુરૂષ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અને જગ્યાનું નામકરણ સરકારી તંત્ર દ્વારા હટાવવાની કોશિશ આખા જિલ્લાના આદિવાસી આદિવાસીઓને આંદોલિત અને આક્રોશિત કરી શકે છે. માટે જિલ્લાના સમાહર્તા તરીકે તેઓ દ્વારા જિલ્લાના આદિવાસીઓની લાગણી અને માંગણી છે. આમ નહીં થતા જે કોઈ પરિસ્થિતિ ઉભી થાય એની જવાબદારી આપની કચેરી અને લાગતા વળગતા તંત્રની જવાબદારી રહેશે હોવાની ચીમકી પણ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે.
——————————