રાજેશ વસાવે :- દાહોદ
*હર ઘર તિરંગા ઝાલોદમાં આંગણવાડીના ભૂલકાંઓએ તિરંગા યાત્રા યોજી “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાયા*
દાહોદ તા. ૧૦
સમગ્ર રાજ્ય આજે હર ઘર તિરંગાના રંગે રંગાઈને આવનાર ૧૫ મી ઓગસ્ટની તૈયારી કરી રહ્યું છે ત્યારે આપણું દાહોદ પણ તેમાં પાછું પડ્યું નથી. અને તેમાંય વાત જો નાનકડાં ભૂલકાઓની આવે ત્યારે એમ થાય કે જો આ નાનકડાં ભૂલકાઓ કે જેઓ હજી શાળાના પગથિયાં માંડ ચડતા થયા છે તેઓ હર ઘર તિરંગા અભિયાનમાં પોતાની ભાગીદારી આપતાં હોય તો પછી આપણે કેમ નહીં..!
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની અલગ અલગ આંગણવાડીના નાના- નાના ભૂલકાંઓએ રાષ્ટ્રધ્વજને હાથમાં લઈ ગામમાં તિરંગા યાત્રા યોજી ગામલોકોને પણ આ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનવા અપીલ કરી હતી.