સિંગવડ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધુમથી ઉજવણી કરાઇ.
સીંગવડ તા. ૯
સિંગવડ તાલુકામાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ના ભાગરૂપે સિંગવડ તાલુકાના ગામડાઓમાંથી આદિવાસી સમાજના આગેવાનો તથા લોકો દ્વારા ડીજેના તાલે વિશ્વ આદિવાસી દિવસની રેલી નીકળી હતી જેમાં ચુંદડી વાલાગોટા રણધીપુર મલેકપુર મંડેર હાંડી અગારા મુનાવાણી વડાપીપળા કાળીયારાય જેતપુર શીંગવડ આરોડા પીપળીયા વગેરે ગામોના આગેવાનો તથા લોકો જોડાયા હતા જેમાં સિંગવડના ભમરેચી માતાના મંદિરેથી રેલી નીચવાસ બજાર થઈ ઉપરવાસ બજાર થઈ ચૂંદડી રોડ થઈને ગોવિંદગુરુ ચોક ખાતે આવી પહોંચી હતી જ્યારે ગુરુ ગોવિંદ ચોક ખાતે આવીને ગુરુ ગોવિંદ ચોકની ઝંડા બદલવામાં આવ્યા હતા અને નવા ઝંડા ચડાવવામાં આવ્યા હતા તથા દીવો કરીને પૂજા કરવામાં આવી હતી ત્યાર પછી આ રેલી પીપલોદ રોડ પર થઈ જીએલ શેઠ હાઈસ્કૂલમાં સમાપન કરવામાં આવ્યું હતું જ્યારે આ રેલીમાં આદિવાસી સમાજ ના ગીતો વગાડવામાં આવ્યા હતા અને એક તીર એક નિશાન આદિવાસી એક સમાન ના નારા લગાવવામાં આવ્યા હતા જ્યારે આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકો દ્વારા તેમનો વેશભૂષા તથા તીર કામઠા ધાર્યા વગેરે સાથે રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં રંધીપુર પીએસઆઇ જીબી રાઠવા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂર્તિ કાળજી લેવામાં આવી હતી જ્યારે સમાજના આગેવાનો દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી.