
ગરબાડામા કાદવ ખીચડનાં સામ્રાજ્યની ભરમાર ઠેર ઠેર ખાડા, કાદવ કિચડના સામ્રાજ્યથી નર્કાગાર જેવી સ્થિતિ.
રાહુલ ગારી :- ગરબાડા
પંચાયત દ્વારા રસ્તામાં પડેલા ખાડાઓમાં પેજ વર્કની જગ્યાએ માટી મેટલ નાખી દેતા પરિસ્થિતિ વધુ વણસી.
સ્થાનિક વહીવટી તંત્રનું મૌન, નગરના અગ્રણીઓ તેમજ જાગ્રત નાગરિકોની રજૂઆતો એણે ગઈ.
સ્થાનિક વહીવટી તંત્રમાં વાડજ ચીભડા ગળતી હોય તો ફરિયાદ કોને કરવી.? તેવી પરિસ્થિતિ.
ગરબાડા તા.30
ગરબાડા પંથકમાં વર્ષો જૂના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવેલા જાહેર રસ્તાઓ ઉપર મસમોટા ખાડા પડતા સ્થાનિક તંત્ર દ્વારા પેજ વર્ક કરવાની જગ્યાએ માટી મેટલ દ્વારા પુરાણ કરતા પંથકમાં ચોમાસા દરમિયાન ચાલી રહેલા શ્રાવણિયા ઝરમરિયા ના કારણે આ માર્ગો ઉપર કાદવ ખીચડનો સામ્રાજ્ય ઊભું થવા પામ્યો છે. જેના પગલે વાહન ચાલકો તેમજ રાહદારીઓ બારે હાલાકી નો સામનો કરી આ માર્ગ પાર કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હોય તેવું જણાઇ રહ્યું છે.
ગરબાડા નગરમાંથી પસાર થતો માર્ગ મકાન વિભાગ સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યો હતો.જેને ઘણા વર્ષો થવા આવ્યા છે.આ આર.સી.સી રોડ પર બન્યા પછી કોઈપણ દિવસ કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું નથી.તંત્રના અધિકારીઓ દ્વારા રોડની વિઝીટ પણ લેવામાં આવી નથી. પાછલા એક વર્ષથી આઝાદ ચોક થી બસ સ્ટેશન અને નવીન ગ્રામ પંચાયત સુધીનો રોડ બિસ્માર હાલતમાં છે.અહીંયા સંખ્યા ખાડાઓ રોડ પર પડેલા છે.હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે.ત્યારે પોલીસ સ્ટેશન સહિતનાં વિસ્તારમાં કાદવ ખીચડનું સામ્રાજ્ય છે. જેના પગલે અહીંયાથી પસાર થતા નગરજનો નર્કાગાર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અધૂરામાં પૂરું તંત્ર દ્વારા આર.સી સી નાખવાની જગ્યાએ માટીનું પુરાણ કરી દેતા પરિસ્થિતિ બદથી બદતર થવા પામી છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ તેમજ ગામના લોકો મંદિરે જવા માટે કાદવમાં ખુપીને રસ્તારુપી વેતરણી પાર કરી રહ્યા હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. જો આટલી બધી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તાલુકા મથકે આવેલા રોડ નું જો તંત્ર દ્વારા સમારકામ ન કરાતું હોય તો બીજે તો પૂછવું શું રહ્યું.?
અહીંયા તો વાડ જ ચીભડા ગળતી હોય તો ફરિયાદ કોને કરવી તેવો ઘાટ સર્જાયો છે.હવે ગ્રામજનોની માંગ છે કે આ રોડ હાલ પૂરતો પેજ વર્ક કરી ચાલવા લાયક બનાવે તો લોકોને હાલાકી ઓછી પડે ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ મામલે કેટલા અંશે ઘટતું કરવામાં આવે છે. કે પછી પરિસ્થિતિ જે છે તેસી ચાલશે. હોતા હે ચલતા હૈ નીતિ અખત્યાર કરશે તે હવે જોવું રહ્યું.