રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ખડારાજ, દાહોદ જીલ્લા કૉંગ્રેસ સમિતિએ વિરોધ નોંધાવ્યો..
દાહોદ તા.૩૦
દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન રોડ પર પડેલા ખાડાઓ પર ભાજપનો ઝંડો લેહરાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દાહોદ શહેરમાં વરસાદી માહૌલ વચ્ચે જ્યાં જુઓ ત્યાં જાહેર રસ્તાઓ ખખડધજ હાલતમાં રસ્તામાં મસમોટા ખાડાઓ પડી ગયાં છે જેને પગલે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દાહોદ શહેરના સ્ટેશન રોડ પર છેલ્લા ૨૦ દિવસ અગાઉ ગટરો બ્લોક થઈ હતી. ત્યારે ગટરનું ગંદુ પાણી રોડ પર આવી જતા અને ભૂગર્ભ ગટરને સાફ કરવા તેને જેસીબીની મદદથી ખાડા ખોદી ભૂગર્ભ ગટરને સાફ કરવામાં આવી હતી. ભૂગર્ભ ગટરને સાફ કરી જેમ તેમજ ખાડાઓ ખુલ્લા મૂકી જતા રહ્યા હતા પણ હાલ સુધી તે ખાડાઓ પૂરવામાં ન આવતા તે મસમોટા ખાડાઓના કારણે તે સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો અવાર નવાર સર્જાય છે. તેમ છતા તંત્રના પેટનું પાણી હલતું નથી. અને ખાડાઓ પર ઉભેલા લોખંડના સળીયાથી કોઈ જાન હાની ન સર્જાય અને આ ખાડાઓને વહેલામાં વહેલી તકે આ પૂરવામાં આવે જેને લઈ આજરોજ દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા તે ખાડાઓ પર ભાજપનો ઝંડો લેહરાવી સુત્રોચાર કરી વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. દાહોદ શહેર સ્માર્ટ સીટી તરીકે જાહેર થયાંને વર્ષાે વિતી ગયાં પરંતુ સ્માર્ટ સીટીની કામગીરી શહેરમાં આંખે વળગીને ઉડે તેવી હાલ સુધી જાેવા મળી નથી. માત્ર સ્માર્ટ રસ્તાઓના નિર્માણની કામગીરીમાં ગત વર્ષે તંત્ર દ્વારા ગેરકાયદેસર મોટા દબાણો જમીન દોસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. અત્યાર સુધી શહેરમાં વિકાસના નામે માત્રને માત્ર સંબંધિત તંત્ર મોટી મોટી વાતો કરતાં હોવાના આક્ષેપો પણ શહેરના લોકોમાં ઉઠવા પામી છે ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં શહેરના મોટા ભાગના રસ્તાઓ ખખડધજ હાલતમાં બિસ્માર થઈ ગયાં છે. રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી ગયાં છે. કાદવ, કીચડના સામ્રાજ્ય વચ્ચે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને આવા રસ્તાઓ ઉપરથી પસાર થવાનો વારો આવી રહ્યો છે. જ્યારે શહેરના હાર્દ સમા એવા સ્ટેશન રોડ વિસ્તાર તરફ તો રસ્તાઓ એટલી હદે બિસ્માર થઈ પડ્યાં છે કે, વાહન લઈને તો ઠીક પરંતુ ચાલતુ પસાર થવું પણ અતિ મુશ્કેલ બની ગયું છે. આવા રસ્તા ઉપર કપચી, મેટર જેવું પથરાણ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરવાસીઓમાં ઉઠવા પામી છે. આવા રસ્તાઓની કામગીરી પર અને ભાજપની સરકારનો વિરોધ દર્શાવી દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના સ્ટેશન રોડ ખાતેના આવા રસ્તાઓ ઉપર ભાજપના ઝંડા લહેરાવી સરકારની કામગીરી પર ભારે વિરોધર નોંધાંવ્યો હતો.
——————————————————————