રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ DCF આર એમ પરમારના પણ એવું અપમૃત્યુ કેસમાં તટસ્થને ન્યાયિક તપાસ માટે આદિવાસી સમાજનું પોલીસને રજૂઆત…
દાહોદ તા.૨૪
દાહોદ વન વિસ્તરણ વિભાગના ડીસીએફ આર.એમ.પરમારે પોતાની લાયસન્સવાળી બંદુકથી પોતાના લમણે બંદુક ટેકવી આત્મહત્યા કર્યાના બનાવને પગલે આજરોજ દાહોદ જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના લોકો દ્વારા આ મામલે દાહોદ જિલ્લા પોલીસ વડાની મુલાકાત લઈ આ મામલે નિષ્પક્ષ અને તટષ્ઠ તપાસ હાથ ધરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે ત્યારે પોલીસ વડા દ્વારા પણ આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ નિષ્પક્ષ અને તટષ્ઠ તપાસ કરવાનું આશ્વાસન આદિવાસી સમાજને આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
બારેક દિવસ પહેલાં દાહોદ જિલ્લાના વન વિભાગના ડીસીએફ આર. એમ. પરમારે વહેલી સવારમાં ગોદી રોડ ઉપર આવેલ અંબિકા નગર સોસાયટીના રહેણાંક મકાનમાં પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વર પોતાના લમણે ટેકવીને પોઇન્ટ બ્લેક રેન્જથી સ્વ હસ્તે આત્મહત્યા કરી લેતા સમગ્ર દાહોદ પંથક સમેત ગુજરાત રાજ્યના વન વિભાગમાં જબરજસ્ત સ્બધતા નો સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. ગુજરાત ના વન વિભાગના રેન્જ ફોરેસ્ટર ઓફિસરની ફરજાે ઉપર થી આઈએફએસ ક્રેટરમાં સામેલ થયેલા દાહોદ વન વિસ્તરણ વિભાગના ડીસીએફ આર.એમ. પરમાર (આઈએફએસ) સ્વભાવે સરળ અને શાંત પ્રકૃત્તિના હતા ત્યારે વન વિભાગના સુપર ક્લાસ વન ઓફિસર આર.એ. પરમારે પોતાના લમણે રિવોલ્વર ટેકવીને આત્મહત્યા કરવા સુધી પ્રેરિત કરનારા એવી કઈ અને કેવા પ્રકાર ની હતાશાઓ કારણભૂત હશે ? જે તમામ પાસાઓ ઉપર દાહોદ જિલ્લાની પોલીસ તપાસ હાથ ધરી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજરોજ દાહોદ જિલ્લા પોલીસ વડા સમક્ષ આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી ન્યાયીક તપાસ કરવામાં આવે તેવી જિલ્લા પોલીસ વડા સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા જણાવ્યાં અનુસાર, આર. એમ. પરમારે આત્મહત્યા કરી તે અમને સૌને ખુબ આઘાત લાગ્યો હતો. આ ઘટના તે બહુ મોટી ઘટના છે. અને આર. એમ. પરમારે રિવોલ્વરથી આત્મહત્યા કરી તે ખુબજ ગંભીર બાબત છે. એવી કેમ જરૂર પડી કે આ પગલુ ભરવું પડ્યું ? આ સંબંધે સરકારની તપાસ ચાલુ છે. અમે અમારા સમાજ તરીકે આશા રાખીયે છીએ કે, આ બનાવના મુળ સુધી પોલીસ પહોંચે અને મૃતક આર.એમ. પરમાર અને તેમના પરિવારજનોને ન્યાય મળે સાથે તમામ આદિવાસી કર્મચારીઓ તેમજ માનવ માત્ર તમામ લોકોને અપીલ કરવામાં આવી હતી કે, તેઓને કોઈ ઘટતું લાગતુ હોય કે રાજકીય હોય, નોકરીમાં દબાણ આવતું હોય તેવું લાગતું હોય તો સમાજને આ મામલે જાણ કરે, સમાજ એક પરિવાર છે માટે આર.એમ. પરમારના આત્મહત્યાના બનાવમાં પોલીસ ન્યાયીક તપાસ કરે તેવી લાગણી અને માંગણી આદિવાસી સમાજમાં ઉઠવા પામી છે. જાણવા મળ્યાં અનુસાર, આ મામલે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે, ન્યાયીક તપાસ કરવામાં આવશે તેવી બાંહેધરી જિલ્લા પોલીસ વડા દ્વારા બાંહેધરી આપવામાં આવી હોવાનું આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા જણાવાયું છે.
——————————————————-