રાજેશ વસાવે :- દાહોદ
કેન્દ્રીય બજેટમાં દાહોદ માટે મહત્વની જાહેરાત ને લઈ દહોદીયનોમાં આશાવાદ જન્મ્યો.
દાહોદ તા.૨૩
આજે કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં દાહોદને કેટલું ફાયદાકારક રહેશે તે તો આવનાર સમયજ કહેશે પરંતુ ગરીબ, મહિલાઓ, ખેડુતો અને યુવાનો પર આધારિત આ બજેટને લઈ દાહોદ જિલ્લામાં આ બજેટથી આશાઓ જાગી છે. ખાસ કરીને ગરીબ, ખેડુતો અને યુવાનો માટે આ બજેટ સારા સમાચાર લાવ્યાં છે. દાહોદના આદિવાસી વિસ્તારને આ બજેટથી ભવિષ્યમાં લાભો મળશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ર્નિમલા સીતારમણે આજે બજેટમાં અનેક મહત્ત્વની જાહેરાતો કરી છે. જેમાં ‘ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર છે. આ બજેટમાં ખાસ કરીને ૩ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને ટોપ-૫૦૦ કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક મળશે. કૃષિ ક્ષેત્ર માટે ૧.૫૨ લાખ કરોડની જાેગવાઈ. મુદ્રા લોનની મર્યાદા વધારવામાં આવી. પીએમ અર્બન હાઉસિંગ પ્લાન માટે ૧૦ લાખ કરોડ. મહિલાઓ અને છોકરીઓ માટે રૂ. ૩ લાખ કરોડ. એજ્યુકેશન લોન પર વ્યાજમાં છૂટ. પ્રથમ વખત નોકરી મેળવનારાઓને ભેટ વિગેરે બજેટ રજુ કરવામાં આવ્યાં છે જેમાં ખાસ કરીને દાહોદ જિલ્લામાં આ બજેટમાં કૃષિ ક્ષેત્ર, મહિલાઓ અને છોકરીને મળતાં લાભો, એજ્યુકેશન લોક પર વ્યાજમાં છુટ તેમજ ખાસ કરીને દાહોદ જિલ્લામાં નાના વેપારીઓ માટે આવક દરમાં ટેક્સ ૩ લાખથી વધુ આવક પર ટેક્સ નહીં લાગશે તે બજેટમાં રજુ કરતાં આ એક સારા સમાચાર છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે તેમાંય ખાસ કરીને શિક્ષણ મામલે જિલ્લામાં યુવાનોને પગભેર ઉભા રહેવા માટે લોનની આવશ્યકતા હોય છે. આવા સમયે બજેટમાં એજ્યુકેશન લોનનો સમાવેશ થતાં દાહોદ જિલ્લા વિદ્યાર્થીઓને રાહત મળી શકે તેમ છે.