
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના તમામ ગામોમા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરમ રોગ વિશે સર્વે તેમજ દવા છંટકાવ જેવી કામગીરી કરવામા આવી રહી છે.
ગરબાડા તા. ૨૨
મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો.ઉદય ટીલાવત સાહેબ,જીલ્લા એપેડેમીક ઓફીસર ડો.નયન જોષી સાહેબ,જીલ્લા મલેરીયા ઓફીસર ડો.અતીત ડામોર સાહેબ તેમજ ગરબાડા તાલુકા આરોગ્ય અધીકારી ડો.અશોક ડાભી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ગરબાડા તાલુકાના તમામ ગામોમા આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ દ્વારા ચાંદીપુરમ રોગ વિશે સર્વે કરવામા આવે છે જેમા રોજે રોજ ગામના લોકોની મુલાકાત લઈ ઘરના મુખ્ય માણસ તેમજ તેમના ઘરના સભ્યો ની મુલાકાત લઈ તેમને ચાંદીપુરમ રોગ વિશે સમજ આપવામા આવે છે.
તેમજ ઘરમા કોઈને તાવ કે ચાંદીપુરમ ના લક્ષણો છે કે નહી તેની તપાસ કરવામા આવે છે તેમજ આ સર્વે ની સાથે કર્મચારી દ્વારા કાચા ઘરો તેમજ પ્લાસ્તર વગર ના ઘરો ની અંદર તથા બહાર ની બાજુ દવા છંટકાવ કરવામા આવે છે.સાથે લોકોને બેનર તથા પોસ્ટર ના માધ્યમથી ચાંદીપુરમ રોગ અને તેના લક્ષણો વિશે સમજ આપવામા આવે છે.
સાથે સાથે ચોમાસાની સિઝન હોઈ કર્મચારી દ્વારા ગામોમા મલેરીયા,ડેન્ગ્યુ જેવા રોગો વિશે પણ સર્વે કરવામા આવે છે અને લોકોના ઘરે રહેલ પાણી ભરેલ પાત્રો ની તપાસ કરી તેમા દવા નાખવામા આવે છે અને બિનજરુરી પાણી નો સ્થળ પર જ નાશ કરવામા આવે છે,તેમજ તાવ આવતો લોકોની લોહીની તપાસ પણ કરવામા આવે છે…