
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ શહેરમાં પશુપાલકને ત્યાં બકરીઓમાં PPR નો રોગ જોવા મળ્યો:વાતાવરણ બદલાતા બકરી ઓ રોગચાળો વકર્યો
પશુ વિભાગ ને જાણ થતા સત્વરે રસી આપવામા આવી:24 જેટલી બકરીઓમા રોગ જોવા મળ્યો
PPR ના રોગના પગલે એક બકરી નુ મૃત્યુ થયા રોગ અંગે થઈ જાણ
સીઝનેબલ અને વાતાવરણમાં પલટો આવતા આવા વાયરલ ઇન્ફેક્શન જોવા મળે છે-ડો ગોસાઈ પશુ ચિકિત્સક
દાહોદ તા.01
દાહોદ પાસે એક પશુપાલકના એક બકરાને પેસ્ટડેસ પેટીટ્સ રુમિનેનટેસ નામનો જ્વલ્લેજ થતો રોગ થતા તેનુ મૃત્યુ થયુ છે. ઘેટા અને બકરામાં અત્યંત ચેપી ગણાતા આ રોગને કારણે પશુપાલન વિભાગ તેમજ પશુુપાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.આ બકરા સાથેના 24 જેટલા બકરાઓને ક્વોરેનટાઇન કરી તેમનું રસીકરણ કરી દેવામાં આવ્યુ છે.જિલ્લામાં આ સર્વ પ્રથમ કેસ નોંધાયો હોવાનુ જાણવા મળ્યુ છે.
દાહોદ જિલ્લામાં ખેતી પછી પશુપાલન બીજા નંબરનો ઘરેલુ ઉદ્યોગ છે.મોટા ભાગના ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરતા જ હોય છે.ગાય,ભેસ તેમજ ઘેટા બકરા પાળીને તેમાંથી આર્થિક ઉપાર્જન કરવામાં આવે છે.જેથી ઘમી વાર રોગચાળાને કારણે પશુઓના મોત થતાં પશુપાલકોને આર્થિક નુક્સાન વેઠવાનો વારો પણ આવે છે.તેવા સમયે હાલમાં જ દાહોદ પાસે રહેતા એક પશુપાલકના એક બકરાનુ અચાનક જ મોત થતાં તેને પશુદવાખાને લઇ જવામાં આવ્યો હતો.જ્યાં શંકા જતા તેનુ પોસ્ટમોર્ટમ કરાતા તેને પેસ્ટડેસ પેટીટ્સ રુમિનેનટેસ નામનો રોગ હોવાની શંકા જતા નમુના લઇને ભોપાલ લેબમાં મોકલવામાં આવ્યા હતા.જ્યાં તેને પીપીઆર હોવાનુ ફલિત થતાં પશુપાલન વિભાગ એક્શનમાં આવી ગયો હતો.કારણ કે આ રોગ ફક્ત ઘેટા બકરામાં જ થાય છે અને તે અત્યંત ચેપી હોય છે.જેથી મૃત્યુ પામેલા આ બકરાની સાથે રાખેલા 24 જેટલા બકરાને એક જગ્યાએ ક્વોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા.જેથી તેઓ બીજા ઘેટા બકરાઓના સંપર્કમાં ન આવે અને તેમને ચેપ ન લાગી શકે.આ રોગની રસી પણ ઉપલબ્ધ હોવાથી આ તમામ બકરાનુ રસીકરણ પણ કરી દેવામાં આવ્યુ છે.આ રોગ થવાને કારણે દાહોદ તાલુકામાં પશુપાલકોમાં પણ ભય ફેલાયોો હતો.કારણ કે જો સાગમટે ચેપ લાગે તો એક કરતાં પશુઓના મોત થવાની સંભાવના રહેલી છે.જો કે આ રોગ બકરામાંથી માનવમાં ફેલાતો ન હોવાથી હાશકારો થયો છે.