
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા મામલતદારે ભરસડા થી ગેરકાયદેસર સફેદ પથ્થરો ભરેલી ટ્રક ખાણ ખનીજ વિભાગને સોંપી.
પાછલા બે ત્રણ માસથી આ જગ્યા ઉપરથી સફેદ પથ્થરો ભરીને ગોધરા મોકલવામાં આવી રહ્યા છે.
જ્યાંથી ટ્રક પકડાઈ ત્યાં વિપુલ પ્રમાણમાં ખોદકામ કરી સફેદ પથ્થરોની ચોરી કરવામાં આવ્યાંનો ખુલાસો..
દાહોદ તા.18
ગરબાડા ના ભરસડામાંથી ગેરકાયદેસર સફેદ પથ્થરો ભરી રહેલ ટ્રકને ઝડપી પાડી ગરબાડા મામલત દ્વારા આ ટ્રકને ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે
આમ તો સામાન્ય રીતે ગરબાડાથી દાહોદના રોડ વચ્ચે ગેરકાયદેસર રીતે સફેદ પથ્થરો ભરીને જતી ટ્રકો રોજ જોવા મળશે જે ટ્રકોમાં કોઈ પણ જાતની રોયલ્ટી પાસ છે કે કેમ પરમિટ છે કે કેમ તે પૂછવા વાળું પણ કોઈ નહીં હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે આવા સમયમાં તારીખ 19 ના
ગરબાડા તાલુકાના ભરથડામાં થી ગેરકાયદેસર સફેદ પથ્થર ભરી રહેલ ટ્રક બાબતની ગરબાડા મામલતદાર ને જાણ થતા તેઓ દ્વારા તપાસ કરાતા ત્યાં સફેદ પથ્થરો ભરી રહેલ GJ 18 . 8284 નંબરની ટ્રક ઝડપાઈ હતી જે ટ્રક માં ગેરકાયદેસર પથ્થર ભરી રહેલ હોય કોઈ પાસ પરમિટ ન હોવાના કારણે ગરબાડા મામલતદાર દ્વારા આ ટ્રક ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ભરસડામાં પાછલા બે ત્રણ માસથી સફેદ પથ્થરોની ચોરી કરવામાં આવી રહી છે જે બાબતની જાગૃત નાગરિક દ્વારા ફોટા સાથે દાહોદ ખનીજ વિભાગના અધિકારીને અવારનવાર જાણ કરવામાં આવી હોવા છતાં પણ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હતી ખાણ ખનીજ વિભાગના અધિકારી ધારતા તો ફોટા સાથે મોકલવામાં આવેલ વિગતમાં ગાડીના નંબરના આધારે કાર્યવાહી કરી શકતા હતા પરંતુ આવું કશું કરવામાં આવ્યું ન હતું તેમજ જ્યાંથી આ ટ્રક પકડવામાં આવી છે ત્યાંથી વિપુલ પ્રમાણમાં સફેદ પથ્થરો ની ચોરી કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર ખાણ ખનીજ વિભાગ દાહોદ દ્વારા ગરબાડા તાલુકામાં માત્ર ચાર જગ્યા એ જ ડમ્પ પરમીટ આપવામાં આવી છે જે માં સીમળીયા બુઝર્ગ ગામમાં બે અને દાદુર તથા પાટિયા ગામ મા ડમ્પ પરમીટ આપવામાં આવી છે તે સિવાય તાલુકાના દરેક ગામમાં બે નંબરમાં સફેદ પથ્થરોનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે હવે જોવું રહ્યું કે ભરસડામાં થયેલ ખોદકામના આધારે ખનીજ વિભાગ દંડ કરે છે કે પછી ગાડીમાં ભરેલ માલના આધારે દંડ કરે છે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે ગરબાડા તાલુકા માંથી ગેરકાયદેસર સફેદ પથ્થરો ભરીને ગોધરા મોકલવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જે ટ્રકો ઓવરલોડ તો હોય જ છે સાથે સાથે તેમાં કોઈપણ જાતની રોયલ્ટી પાસ કે પરમિશન પણ હોતી નથી