સદવિચાર પરિવાર મણીનગર અમદાવાદ દ્વારા નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.
દાહોદ તા. ૧૬
સદવિચાર પરિવાર મણીનગર અમદાવાદ લોક કલ્યાણના કાર્યો કરે છે.જેમાં મુખ્યત્વે છેવાડાના વિસ્તારોમાં જઈને ગરીબ ,વંચિત ,આદિવાસી બાળકો માટે સ્લેટ, નોટબુક, અને ચોપડા વિતરણના કાર્યક્રમો સામેલ હોય છે.
સંસ્થાના ઉચ્ચ આદર્શો અને ધ્યેયને લઈને દાહોદ તાલુકાની જાલત , જાલત નાકા, તરવડિયા ભાઉ, તળાવ ફળિયા, હિમાલા વર્ગ, ટાંડી ફળિયા વર્ગ અને મોહન ફળિયા પ્રા શાળાના ધોરણ 1 થી 8 ના વિધાર્થીઓને આશરે કુલ એક લાખ સિત્તેર હજાર જેટલી રકમના 4371 ફૂલ સ્કેપ ચોપડા, 1750 નોટબુક અને 223 નંગ સ્લેટનુ વિતરણ કરવામાં આવ્યું.
એંશી વર્ષની ઉંમરે પણ સદ વિચાર પરિવારના કાર્યમાં સમર્પિત ભરતભાઇ મોદી સાહેબ , હર્ષદભાઈ શાહ, ભપેન્દ્ર ભાઈ , સ્મિતેશભાઈ , જેવા મુઠી ઊંચેરા માનવીઓ લોક કલ્યાણના કાર્યો કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારના બાળકો માટે તેઓની ચિંતા કરીને શિક્ષણ માટે જરૂરિયાત વસ્તુઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે ત્યારે તમામ શાળાના બાળકો વતી શાળા પરિવાર અને આચાર્યશ્રીઓ સદવિચાર પરિવારનો આભાર વ્યક્ત કરે છે.