Wednesday, 09/10/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સર્પદંશના છ બનાવોમાં બે બાળકો સહિત ત્રણના મોત: ત્રણને એન્ટિવેનમ મારફતે બચાવાયા.

July 10, 2024
        13854
દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સર્પદંશના છ બનાવોમાં બે બાળકો સહિત ત્રણના મોત: ત્રણને એન્ટિવેનમ મારફતે બચાવાયા.

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સર્પદંશના છ બનાવોમાં બે બાળકો સહિત ત્રણના મોત: ત્રણને એન્ટિવેનમ મારફતે બચાવાયા.

દાહોદ તા.10 

દાહોદ જિલ્લામાં વીતેલા 48 કલાકમાં છ જેટલા જુદા જુદા સ્થળે સર્પદંશના બનાવોમાં બે બાળકો સહિત ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને સમયસર હોસ્પિટલ ખાતે પહોંચાડી એન્ટી મેડમ સહિતની સારવાર મળતા તેઓના જીવ બચી જવા પામ્યા છે.

મધ્ય ગુજરાતનું આદિવાસી બાહુલ્ય ધરાવતો દાહોદ જિલ્લો અપાર્ટ વનરાજી તેમજ પ્રાકૃતિક સૌંદર્યથી પરિપૂર્ણ છે. આ વિસ્તારમાં હિંસક પશુઓની સાથે વિશાળ સંખ્યામાં સરીસૃપો પણ વસવાટ કરતા હોય છે. ક્યારે આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સર્પદંશના બનાવો પણ બનતા હોય છે. ઘણા ખરા કિસ્સાઓમાં ઝેરી અને બિનઝેરી સરીસૃપોના દંશના બનાવોમાં ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના બનાવો બનતા હોય છે. તાજેતરમાં છેલ્લા બે દિવસ દરમિયાન જિલ્લામાં છ જેટલી જુદી જુદી જગ્યાએ સર્પદંશના બનાવો બન્યા હતા. જેમાં ગરબાડા તાલુકાના પાટીયા ગામમાં 50 વર્ષિય વ્યક્તિ, સોસાલામાં બે વર્ષની બાળકી, ટાઢા ગોળામાં ચાર વર્ષિય બાળકનું સર્પદંશના કારણે મોત થયું છે. જયારે ધાનપુર તેમજ બાવકા ગામની બે મહિલાઓ સહિત ત્રણ વ્યક્તિઓને સાપ કરડતા તેઓને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે સમયસર લાવવામાં આવતા તેઓને એન્ટીવેનમ મળી જતા તેઓનો જીવ બચી જવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીયે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સર્પદંશના ઘણાખરા બનાવોમાં જે તે ગ્રામ્ય વિસ્તારના લોકો સમયસર હોસ્પિટલ લઈ જવાના બદલે મળવા બડવા ભોપાઓ પાસે સાપનો ઝેર ઉતારવા લઈ જતા હોવાથી મોટાભાગના બનાવોમાં ઝેરની તીવ્ર અસરથી મોતના બનાવો બને છે. તારે આવા કિસ્સાઓમાં જનજાગૃતિના અભાવે આવા બનાવો પણ બનતા હોવાનું સામે આવે છે. જોકે આવા સર્પદંશના બનાવોમાં જો સમયસર ઇજાગ્રસ્ત અને હોસ્પિટલ લઈ જવામાં આવે તો ચલો જીવ બચી શકે તેમ છે. ત્યારે વીતેલા 48 કલાકમાં છ જેટલા જુદા જુદા બનાવોમાં ત્રણ વ્યક્તિઓ મોતને ભેટયા હોવાનુ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!