ઈલિયાશ શેખ :- સંતરામપુર
સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) સંચાલિત તીર્થધામ ગોધરને આંગણે ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાશે
સંતરામપુર તા. ૮
સંતરામપુર તાલુકાના ગોધર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) સંચાલિત તીર્થધામ ગોધરના આંગણે ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. તારીખ ૧૪ જુલાઈ ૨૦૨૪ને રવિવારના રોજ સવારે નવ વાગ્યા થી બપોરે એક વાગ્યા સુધીમાં વિવિધ કાર્યક્રમ યોજાશે. આ દિવ્ય પ્રસંગે પરબ્રહ્મ પુરુષોતમનારાયણની મૂર્તિમાં અખંડ રહેનારા અને ભગવાન સ્વામિનારાયણે જેમને સ્વયં સ્વહસ્તે દિક્ષા આપી છે, એવા સ્વસિધ્ધ અનાદિમુકત સત્પુરુષ એટલે ગુરુવર્ય પ.પૂ.સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી. આવા સમર્થ સદગુરુના દિવ્યભાવે દર્શન, પૂજન અને સમાગમથી ધન્ય થઈ ગુરુપૂર્ણિમાના પ્રતિક ઉત્સવને માણવા અને ગુરુઋણ અદા કરવા મિત્ર, વર્તુળ પરિવાર સહિત પધારવા સંસ્થાના વરિષ્ઠ અને ગોધર ઝોનના પ્રભારી સંત પૂ. નિર્ગુણજીવનદાસજી સ્વામીનું ભાવભીનું આમંત્રણ છે. તીર્થધામ ગોધરના આંગણે ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણીને ધ્યાને લઈ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.