સંચારબંધીના ચુસ્તપણે પાલન કરાવવા પાલિકાતંત્ર એક્ટિવ મોડમાં… દાહોદમાં જાહેરનામાના ભંગ બદલ ત્રણ દુકાનો સીલ મારતું પાલિકાતંત્ર

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

સંચારબંધીના ચુસ્તપણે પાલન કરાવવા પાલિકાતંત્ર એક્ટિવ મોડમાં… દાહોદમાં જાહેરનામાના ભંગ બદલ ત્રણ દુકાનો સીલ મારતું પાલિકાતંત્ર

પાલિકા દ્વારા સીલ કરાયેલી ત્રણ દુકાનોમાં એક ફોટો સ્ટુડિયો,ગાદલાની દુકાન તેમજ કાપડની દુકાનનો સમાવેશ

જાહેરનામાના અમલવારી દરમિયાન બિન આવશ્યક ચીજવસ્તુઓના વેપારી દ્વારા ધંધો-રોજગાર ચાલુ રખાતા પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ 

દાહોદ તા.10

દાહોદ શહેરમાં જાહેરનામાના ભંગ બદલ આજે વધુ ત્રણ દુકાનો સીલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આજે દાહોદમાં ભારે ભીડ પણ જોવા મળી હતી જેને પગલે આવનાર દિવસોમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવી ચર્ચાઓ પણ લોકમુખે થતી હતી.

દાહોદ પાલિકા તંત્ર અને પોલીસ તંત્રની ટીમે આજે ફરી દાહોદ શહેરમાં જાહેરનામાના ભંગ બદલ ત્રણ જેટલી દુકાનોને સીલ કરી દેવાતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ત્રણ દુકાનો પૈકી એક અજય ફોટો સ્ટુડિયો, સ્ટેશન રોડ ખાતે આવેલ ગાદલાની એક દુકાન તેમજ ઠક્કર ફળિયાની એક કપડાની દુકાન એમ આ 3 દુકાને જાહેરનામાના ભંગ બદલ અને સોશિયલ distance દુકાનમાં ન જોવાતા ત્રણ દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. આજરોજ દાહોદ શહેરના બજારોમાં ભારે ભીડ પણ જોવા મળી હતી. બજારોમાં સોશિયલ distanceનો અભાવ તેમજ લોકો માસ્ક વગર પણ ફરતા નજરે પડી રહ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં જરૂરી પગલાં લે અત્યંત આવશ્યક બની રહ્યું છે.

Share This Article