બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના મારગાળા નાળ ફળીયા થી કદવાળ જતો માર્ગ બિસ્માર:અકસ્માતનો સેવાતો ભય
મારગાળા થી કદવાળ જતા માર્ગ વચ્ચે નદીમાં નાળુ ધોવાતા આવનાર દિવસોમાં લોકોને સુખસર અથવા કદવાળ તરફ અવર-જવર કરવા મુશ્કેલી ઊભી થવાના સંકેત
સુખસર,તા.6
ફતેપુરા તાલુકામાં કેટલાક રસ્તાઓના નવીનીકરણ બાદ થોડો સમય જતાં ઉબડ-ખાબડ થઈ રહ્યા હોવાના કિસ્સા અનેક જગ્યાએ નજર નાખતા જોવા મળી રહ્યા છે.તેવી જ રીતે મારગાળાથી કદવાળ તરફ જતા માર્ગ વચ્ચે નદીમાં આવતા નાળુ ધોવાણ થઈ જતાં આવનાર સમયમાં સુખસર અથવા કદવાળ તરફ અવર-જવર કરતા વાહનો સહિત રાહદારી લોકો સંપર્ક વિહોણા બને તેવા એંધાણ જણાઈ રહ્યા છે.ત્યારે આ નાળાની વહેલી મરામત કામગીરી કરવામાં આવી તેવી મારગાળાના નાળ ફળિયા લોકોની માંગ ઉઠવા પામેલ છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મારગાળા ગામના નાળ ફળિયા ખાતે ગત દોઢેક વર્ષ અગાઉ નદીમાં નાળુ બનાવવામાં આવ્યું હતું.અને આ રસ્તા ઉપર થી સુખસર તરફ આવવા તેમજ કદવાળ તરફ જવા માટે વાહન ચાલકો તથા રાહદારી લોકોને સુગમતા રહેતી હતી. આ રસ્તો અનેક જગ્યાએ તૂટી જવા પામેલ છે અને જેના લીધે અકસ્માત થવાની ભીતિ પણ સતાવી રહી છે.તેમજ નાળ ફળિયા ખાતે બનાવવામાં આવેલ નાળુ તૂટી જતા આવનાર ચોમાસાના સમયમાં મારગાળાના નાળ ફળિયાના લોકોને સુખસર અથવા કદવાલ તરફ અવર-જવર કરવામાં મોટી મુશ્કેલી ઊભી થાય તેમ જણાઈ રહ્યું છે.તેમજ નાળ ફળિયાના લોકો માટે આ એકમાત્ર રસ્તો હોવાનું લોકો જણાવી રહ્યા છે.ત્યારે આ રસ્તા સહિત નાળાની મરામત કામગીરી વહેલી તકે કરી આવનાર સમયમાં ઊભી થનાર મુશ્કેલી દૂર કરવા તંત્ર ધ્યાન આપે તેવી માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.