
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં રથયાત્રા ની પૂર્વ સંધ્યાએ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયો.
Dysp જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં રથયાત્રાના રોડ પર પોલીસે ફૂટ પેટ્રોલિંગની સાથે રિહર્સલ કર્યું…
દાહોદ તા.05
દાહોદમાં આવતીકાલે એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે નીકળવાના છે ત્યારે રથયાત્રાની તમામ તૈયારીઓને સમિતિ દ્વારા અંતિમ આપી દેવામાં આવ્યો છે.
તો બીજી તરફ ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા જે જે રોડ પરથી પસાર થવાની છે. તે રૂટને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે સાથે સાથે પોલીસે રથયાત્રા ની પુર્વ સંધ્યાએ ફૂટ પેટ્રોલીંગ યોજી રિહર્સલ કર્યું હતું. અત્રે ઉલ્લેખની છે કે આવતીકાલે મંગળા આરતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા શહેરના હનુમાન બજાર જગન્નાથ મંદિર ખાતેથી નીકળી એપીએમસી માર્કેટ, પડાવ ચોક,નેતાજી બજાર, દોલતગંજ બજાર થઈ સોની વાળ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિર ખાતે મોસાળમાં વિસામો લેશે.
જે બાદ નિધારી કરેલા રોડ પર અનાજ માર્કેટ, ગોવિંદ નગર, માણેકચોક, ભગીની સમાજ, તળાવ ચોક , એમજી રોડ થઈ પરત નેતાજી બજારના રસ્તે નિજ મંદિર ખાતે પહોંચી પૂર્ણાહુતી થવાની છે. જે સંદર્ભે દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં દાહોદ પોલીસના, જવાનો સહિત નિધારી કરેલા રૂટ ઉપર ફૂટમાર્ચ યોજી આવતીકાલના બંદોબસ્તનું રિહર્સલ કર્યો હતો.