બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભોજેલાથી સાયકલ ઉપર ચારધામની યાત્રાએ નીકળેલા યુવાનુ સુખસરમાં ભવ્ય સ્વાગત કરાયું
ભોજેલાનો પ્રવાસી યુવાન ચારધામ કેદારનાથ,બદ્રીનાથ,યમુનોત્રી અને ગંગોત્રી સુધી 2300 કિ.મીનું અંતર સાયકલ ઉપર કાપશે
સુખસર,તા.1
કહેવાય છે કે મન ચંગાતો કથરોટ મેં ગંગા અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી ને સાર્થક કરવા મનોબળની જરૂર છે તેવી જ રીતે ફતેપુરા તાલુકાનો એક યુવાન 2300 કિલોમીટરનું અંતર સાયકલ ઉપર કાપી ચાર ધામની યાત્રાએ નીકળતા બલૈયા ક્રોસિંગ તથા સુખસર ખાતે આવી પહોંચતા ફૂલહાર તથા નાળિયેર આપી તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને યુવાન ચારધામની યાત્રાએ જવા રવાના થતા શુભેચ્છકોએ યુવાનની યાત્રા સફળ રહે તેવા આશીર્વાદ આપ્યા હતા.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ભોજેલા ગામનો યુવાન ચિરાગભાઈ વળવાઈ આજરોજ ભોજેલા થી ઉત્તરના ચાર ધામ એવા કેદારનાથ,બદ્રીનાથ,યમુનોત્રી તથા ગંગોત્રી જવા માટે સાયકલ ઉપર નીકળેલ હોવાનું જાણવા મળે છે.જોકે આ ચારધામની યાત્રાએ નીકળેલો યુવાન 2,300 કિલોમીટરનું અંતર કાપી ચાર ધામના દર્શન કરશે.જ્યારે આ પ્રવાસી યુવાન આજરોજ સુખસર આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.અને સુખસર પ્રખંડના આગેવાનો,કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકોએ ફૂલહાર પહેરાવી શ્રીફળ અર્પણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.તેમજ આ પ્રવાસી યુવાનની યાત્રા સફળ થાય તેવી શુભકામનાઓ સાથે રવાના કરવામાં આવ્યો હતો.