રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ રેલવેમાં ફરજ બજાવતા SSE રસમયન સંજોગોમાં ગુમ થતા ચકચાર..
લીમખેડા ખાતે આવેલા DRM ઇન્સપેક્શનમાં ફરજ બજાવવા ગયાં હતાં.
આરપીએફ જીઆરપી દ્વારા ઉપરોક્ત અધિકારીની શોધખો માટે તપાસ હાથ ધરી.
દાહોદ તા. ૨૦
દાહોદ રેલવે વિભાગમાં એસએસસી તરીકે ફરજ બનાવતા રેલ્વે અધિકારી મોટરસાયકલ પર લીમખેડા જવા નીકળ્યા બાદ સંજોગોમાં ગુમ થઈ જતા રેલવે તંત્રમાં ચકચાર મચી જવા પામી છે. આ રેલ્વે અધિકારી છેલ્લે લીમખેડા ગયા બાદ મોબાઈલ સ્વીચ ઓફ થયો હતો જે બાદ ઉપરોકત અધિકારીની કોઈ ભાળ ન મળતા રેલવેના અધિકારીઓ તેમને આરપીએફ, જીઆરપી દ્વારા આ અધિકારીની શોધ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.
દાહોદ રેલવેમાં ઇન્ડિયન શિક્ષણ એન્જિનિયર સાઉથ તરીકે ફરજ બજાવતા વિશ્વાસ જોશી આજરોજ રતલામ મંડળના ડી.આર.એમ રજનીશકુમાર લીમખેડા ખાતે નિરીક્ષણ અર્થે આવતા હોવાથી તેઓ સવારના 9:00 વાગ્યાના અરસામાં પોતાના કબજા હેઠળ honda shine મોટરસાયકલ લઈ લીમખેડા જવાના થયા હતા. ત્યારબાદ 9:30 વાગ્યાના અરસામાં લીમખેડા પહોંચ્યા બાદ ઉપરોક્ત વિશ્વાસ જોશીનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો ત્યારબાદ તેઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતા દાહોદ ખાતે આવેલાં ડી.આર એમ રજનીશકુમાર તેમજ ઉચ્ચ અધિકારીઓને જાણ થતા તેઓની શોધખોળ માટે સૂચનાઓ આપવામાં આવી હતી આ મામલે રેલવે પોલીસ ફોર્સ તેમજ ગુજરાત રેલવે પોલીસ દ્વારા પણ ઉપરોક્ત વિશ્વાસ જોશીની શોધખોળ માટે તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. સવારના 9:30 વાગ્યાના મિસિંગ થયેલા રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયર ઓચિંતા ગુમ થઈ જતા રેલવે સત્તાધિશોમાં તરેહતરેહની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.