કલ્પેશ શાહ :- સિકલીગર
દે.બારિયા તાલુકાના મુવાડી ગામે અજાણ્યા ઇસમો દ્વારા ગૌવંશની હત્યા કર્યા બાદ અવશેષો નદીમાં ફેંકી દેતા લોકોમાં રોષ..
દે.બારિયા તા. ૧૩
દેવગઢ બારીયાના પીપલોદની બાજુ માં આવતું મુવાડી ગામે કોઈ અજાણી વ્યક્તિઓએ ગાયનું ગળું કાપી અને ગાયના ચામડાને સિમેન્ટની થેલીમાં કોલીયારી નદીમાં નાખી ગયા હતા. જેના પગલે હિન્દુ ધર્મમાં માતા તરીકે પૂજાતી ગૌ માતાની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ જાહેરમાં ફેકી દેવાતા હિન્દુ સમાજના દરેક લોકોને ધાર્મિક લાગણી દુભાઈ છે.સાથે સાથે ગૌરક્ષા દળમાં પણ ભારે આક્રોશ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. ત્યારે સ્થાનિક અર્જુનભાઈએ ગુણા ગામના પૃથ્વીસિંહ રતનસિંહ પુવાર એસ.પી.સી.એ દાહોદ જિલ્લા સભ્યને હકીકત જણાવી હતી ત્યારે પૃથ્વીસિહ એ ૧૨/૬/૨૦૨૪ સવારના પીપલોદ પોલીસ સ્ટેશનને રૂબરૂ પી.એસ.આઇ સોલંકીને બનાવની રૂબરૂ જાણ કરી હતી. ત્યારબાદ તરત જ પીએસઆઇ સોલંકીએ પશુ ડોક્ટર બોલાવી અને પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર રવાના થઈ ગયા હતા.અને તપાસ દરમિયાન બે થી ત્રણ દિવસ પહેલા ગૌવંશની હત્યા કરી હોવાથી આસપાસના જંગલી જાનવરો દ્વારા ગૌવંશને ખાઈ જતા ગાયનું ચામડું પણ વેરવિખેર પડ્યું હતું. જેને લઈને પૂછપરછ કરતા બનાવ સમયે ત્યાં નાના છોકરાઓ રમતા હતા તેઓને પૂછતા જણાયું હતું કે ફોરવીલર નાની ગાડીમાં બે લોકો ઉતરી ગાયનું માથું શિંગડા વડે પકડી અને બીજા વ્યક્તિએ સિમેન્ટની થેલી અહીંયા નદીમાં ફેંકતા જોઈ હતી અને ત્યારબાદ તેઓ પુરજોશમાં ગાડી લઈને પીપલોદ તરફ ભાગી ગયા હતા. જે અંગેનું જણાવતા પોલીસે ઉપરોક્ત ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે વધુ તપાસ હાથ ધરી છે.