Thursday, 18/04/2024
Dark Mode

દાહોદમાં કોરોના સામેની જંગમાં મહિલાએ 9 વખત મોત ને હાથતાળી આપી કોરોનાને હરાવ્યો, પરિવારજનોએ કોરોના ફાઈટરનું ઉમકળાભેર સ્વાગત કર્યું

November 19, 2021
        1657
દાહોદમાં કોરોના સામેની જંગમાં મહિલાએ 9 વખત મોત ને હાથતાળી આપી કોરોનાને હરાવ્યો, પરિવારજનોએ કોરોના ફાઈટરનું ઉમકળાભેર સ્વાગત કર્યું

રાજેન્દ્ર શર્મા જીગ્નેશ બારીયા દાહોદ લાઈવ ડેસ્ક…

દાહોદમાં કોરોના સામેની જંગમાં મહિલાએ 9 વખત મોત ને હાથતાળી આપી કોરોનાને હરાવ્યો, પરિવારજનોએ કોરોના ફાઈટરનું ઉમકળાભેર સ્વાગત કર્યું 

 કોરોના સામેની જંગમાં મહિલાએ છ વર્ષ સુધી સંઘર્ષ કરી કોરોનાને હરાવ્યો

 હોસ્પિટલના તબીબો તેમજ મેડીકલ સ્ટાફે મહિલાને ફુલહાર તેમજ તાળીઓના ગણગણાટ વચ્ચે વિદાય આપી…

મહિલાના પરિવારજનો તેમજ આસપાસના લોકોએ મહિલાનું ધામધૂમથી સ્વાગત કર્યું…

દાહોદ તા.19

કોરોના કારણે બીજી લહેર માં સંક્રમિત થયા બાદ દાહોદની મહિલા સતત સાત મહિના સુધી કોરોના સામેની જંગમાં ઝઝૂમી મોતને હાથતાળી આપી સ્વસ્થ થઇ આજરોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હોસ્પિટલના મેડિકલ સ્ટાફ તેમજ તબીબોએ મહિલાને ફૂલહારથી તેમજ તાળીઓના ગડગડાટ વચ્ચે વિદાય આપતા ઉપસ્થિત સૌ કોઈમાં હર્ષની લાગણી છવાઈ જવા પામી હતી. ઘરે મહિલાના પરિવારજનો સહિત આસપાસના વિસ્તારના લોકોએ મહિલાને આતીશબાજી તેમજ હર્ષભેર આવકાર્યો હતો.

દાહોદ શહેરના ગોધરા રોડ પર રહેતા અને રેલવે વર્કશોપ માં LRS વિભાગમાં સિનિયર શેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ધાર્મિક ભાઈ ની ધર્મપત્ની ગીતાબેન કોરોનાની બીજી પિક્ લહેરમાં ગીતાબેનના પપ્પાનો ભોપાલ ખાતે અવસાન થતાં તેઓની અંતિમવિધિમાં ભોપાલ ખાતે ગયા હતા. ત્યાંથી પરત દાહોદ આવી ગીતાબેન ગત તારીખ 1.5.2021ના રોજ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમની તબિયત વધુ લથડતા તેને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. નામ થોડાક દિવસના સારવાર બાદ તારીખ 22 6. 2021 ના રોજ દાહોદ રેલવે મેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ઓક્સિજન થેરાપી વડે સારવાર ચાલુ કરવામાં આવી હતી. સતત સાત મહિના સુધી કોરોના સામેની જંગમાં તબીબોના જણાવ્યા અનુસાર મક્કમ મનોબળ તેમજ સોલિડ વીલ પાવરની સાથે ૯ વખત મોતને માત આપી ગીતાબેન ધીમે ધીમે રિકવર થતાં આખરે સાત મહિનાની સારવાર બાદ તેઓને આજરોજ હોસ્પિટલમાંથી રજા આપતા રેલવેમાં હોસ્પિટલના તબીબો પેરામેડિકલ સ્ટાફ,દ્વારા ફુલહાર તેમજ તાળીઓના ગડગડાટ વચ્ચે હર્ષભેર વિદાય આપવામાં આવી હતી. ગીતાબેન ને હોસ્પિટલમાં રજા લીધા બાદ ઘરે પરત આવતા સોસાયટીમાં આસપાસના રહીશો તેમજ પરિવારજનો એ આતીશબાજીની સાથે ગીતાબેનને આવકારતા તો કોઇમાં હર્ષની લાગણી છવાઈ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સામેની જગમાં ગીતાબેનની 24 કલાક ખડેપગે સારવારમાં મહત્વનો ફાળો ભજવનાર તેમના પતિ તેમજ તેમના ત્રણ મિત્રોની સાત મહિનાની અથાગ મહેનત અને પરિશ્રમના સથવારે ગીતાબેને કોરોના ને મહાત આપવામાં સફળ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!