રાજેશ વસાવે :- દાહોદ
કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રાહિમામ: સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ.
દાહોદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચતા શહેરના રસ્તાઓ સુમસામ બન્યા,ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો આશરો લેતા લોકો..
સનસ્ટ્રોક તેમજ હિટવેવના લીધે લું લાગવાના બનાવો વધ્યા:
દાહોદ તા.૧૯
દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમીથી જિલ્લાવાસીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં છે. ત્યારે આજરોજ મહત્તમ તાપમાનનો પારો સાંજના 4 વાગ્યા દરમ્યાન 44 ડિગ્રી સેન્ટિગ્રેડ પર પહોંચતાં બપોરના 12 થી સાંજના 05 વાગ્યા સુધી શહેર સહિત જિલ્લાના જાહેર રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં હતાં.
દાહોદ શહેર સહિત જિલ્લામાં વાવાઝોડા સાથે થયેલા કમોસમી વરસાદ બાદ છેલ્લા બે દિવસથી આંશિક વાદળિયા વાતાવરણ વચ્ચે આકરી ગરમી અને અસહય ઉકાળાટ થી દાહોદવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે તેમાંય બપોરના સમયે તો અંગોને દઝાડતી ગરમીના કારણે શહેરના રાજમાર્ગો પર તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. આજે મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રી સેન્ટિગ્રેડ પર પહોંચ્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે વાવાઝોડા સાથે વરસાદ થયા બાદ ગરમી અને બફારામાં એકાએક વધારો થયો છે. જેના પગલે લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. આંશિક વાદળીયા વાતાવરણ વચ્ચે સવારથી જ આકરી ગરમીના કારણે લોકો મહત્વના કામ વગર ઘરો તેમજ ઓફિસની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જ્યારે ઠંડા પીણા, શેરડીના કોલા તેમજ લસી વગેરેની લારીઓ તથા દુકાનોમાં કામકાજ માટે બહાર નીકળવા મજબુર લોકો જોવા મળી રહી છે. આજે સવારથી જ આકરી ગરમી અને બફારો અનુભવાયો હતો. સાથે સાથે આખરી ગરમી ના લીધે લોકો બપોરે નીકળવાનું ટાળતા કરફ્યુ જેવો માહોલ જવાય રહ્યું છે. તો બીજી તરફ સનસ્ટ્રોક તેમજ હીટ વેવના લીધે લુ લાગવાના ના બનાવો વધવા પામ્યા છે.