Saturday, 20/07/2024
Dark Mode

ઝાલોદ ખાતે કલાલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાકાલી ઇલેવન નો વિજય

May 18, 2024
        1025
ઝાલોદ ખાતે કલાલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાકાલી ઇલેવન નો વિજય

ઝાલોદ ખાતે કલાલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાકાલી ઇલેવન નો વિજય

પંચમહાલ દાહોદ મહિસાગરની કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો

કલાલ સમાજ યુવા ટીમ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું

સુખસર,તા.18

 

 પંચમહાલ દાહોદ મહીસાગર કલાલ સમાજ દ્વારા પ્રથમ વાર ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજની આઠ ટીમોએ ભાગ લીધો હતો.ફાઇનલમાં સુખસર અને મહાકાલી ઇલેવનના રમોત્સવમાં મહાકાલી ઇલેવનનો વિજય થયો હતો.યુવા ટીમ દ્વારા સમસ્ત કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

          પંચમહાલ,મહીસાગર,દાહોદ કલાલ સમાજ યુવા ટીમ દ્વારા ઝાલોદ ખાતે પ્રથમ વાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સુખસર,ફતેપુરા,ઝાલોદ,ગરાડુ, સલ્લોપાટ,સંજેલીની કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ફાઇનલમાં સુખસર અને એસ.જી.જી મહાકાળી ઇલેવનનો વિજય થયો હતો.કાર્યક્રમનું સમગ્ર સંચાલન ઝાલોદના યુવા ટીમ અને પંચમહાલ,દાહોદ,મહીસાગર ના યુવા મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. યુવા ટીમ દ્વારા કાર્યક્રમમાં યોગદાન આપનાર મહાનુભાવનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમ જ એમ્પાયર અને કોમેન્ટ્રી માટેની સેવા આપનાર અન્ય સમાજના કાર્યકર્તાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.રમતમાં નંબર પ્રાપ્ત કરનાર ક્રિકેટરોનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!