લીમખેડાનો તેજસ્વી તારલો.. હૈદરાબાદની શાળામાં ચશ્મામાં 93% રીઝલ્ટ સાથે જૈન સમાજનું ગૌરવ વધાર્યું.
દાહોદ તા. ૧૬
લીમખેડા જૈન સમાજના તીર્થ શાહ (જૈન) દ્વારા હૈદરાબાદની સંસ્થામાં અભ્યાસ કરતા સી.બી.એસ.સી માં ધોરણ 10 માં 93 ટકા મેળવીને જૈન સમાજ તથા લીમખેડા નગરનું નામ રોશન કર્યું લીમખેડાના જૈન સમાજના ચિરાગભાઈ ચંદ્રકાંત શાહના પુત્ર તીર્થ શાહ દ્વારા હૈદરાબાદ ખાતેની સંસ્થામાં ધોરણ 10 મા સીબીએસસી માં અભ્યાસ કરતા હતા જેમને ધોરણ 10 માં પ્રથમ ક્રમાંકે 93% મેળવ્યા હતા જ્યારે તેમને પૂજ્ય ચંદ્રેશ મુનિજી મહારાજ સાંસારિક પૌત્ર તીર્થ શાહ દ્વારા લીમખેડા જૈન સમાજ તથા લીમખેડા નગર નું નામ રોશન કર્યું હતું જ્યારે જૈન સમાજ લીમખેડા તથા લીમખેડા નગર દ્વારા તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.