
રાહુલ મહેતા દેવગઢ બારીયા
દેવગઢબારિયા નગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા..પાંચ વાહનો લઇ જવાતો વિદેશી દારુ નો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી પાડ્યો જથ્થો
દાહોદ પોલીસના દેશી દારૂની બદીને કડક રીતે ડામવાની અમલવારી વચ્ચે બુટલેગરો બન્યા બેફામ
સ્ટેટ વિજીલન્સ દ્વારા 22.27.300 નો દારુ નો જથ્થા સાથે પાંચ વાહનો ઝડપી પાડ્યો
સ્ટેટ વિજીલન્સ દ્વારા બે ઇસમો વિરુદ્ધ પ્રોહી એકટ મુજબ ગુનહો દાખલ કરી પાંચ વાહનો અને દારુ ના જથ્થા સહિત કુલ 33.41.160 નો મુદ્દામાલ ઝડપી પાડ્યા
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરના ભે દરવાજા ખાતેથી ગાંધીનગરની સ્ટેટ મોનીટરસીંગ સેલની ટીમે ચાર ક્રુઝર ફોર વ્હીલર ગાડી અને એક સ્કોર્પીયો ફોર વ્હીલર ગાડી મળી કુલ પાંચ વાહનોમાંથી રૂા.૨૨,૨૭,૩૦૦ના વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે પાંચ વાહનો મળી કુલ રૂા. ૩૩,૪૧,૧૬૦ના મુદ્દામાલ સાથે પાંચેય ગાડીના ચાલકોની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. આટલી મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વોને ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમે ઝડપી પાડતાં દેવગઢ બારીઆ નગર સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે બીજી તરફ સ્થાનીક પોલીસ તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવારો ઉભા થવા પામ્યાં છે.
ગતરોજ ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ નગરમાંથી પસાર થતાં ભે દરવાજા ખાતે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ ચાર ક્રુઝર ફોર વ્હીલર ગાડી અને એક સ્કોર્પીયો ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થઈ હતી અને નજીક આવતાંની સાથે જ પોલીસે પાંચેય ગાડીઓને ચારેય તરફથી ઘેરી લીધી હતાં. પોલીસે ગાડીઓમાં સવાર હીમરાજભાઈ પ્રેમસંગભાઈ પરમાર (રહે. માતવા), જાેરસીંગભાઈ વેસ્તાભાઈ મીનામા, યાસીન પઠાણ, (રહે માતવા), સનુભાઈ (માતવા), બાબુ ચોટલી વિગેરેની પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસે પાંચેય વાહનોની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ગાડીમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ અને બીયરની પેટીઓ મળી આવી હતી જેમાં કુલ પેટીઓ નંગ. ૫૯૯ જેમાં કુલ બોટલો નંગ. ૧૮૨૭૪ કુલ રૂા. ૨૨,૨૭,૩૦૦ના પ્રોહી જથ્થા સાથે પાંચેય વાહનો તેમજ ઝડપાયેલ ચાલકોની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૧૦,૮૬૦ મળી કુલ રૂા. ૩૩,૪૧,૧૬૦નો મુદ્દામાલ કબજે કર્યાેં હતો.
ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમના દરોડોને પગલે દેવગઢ બારીઆ તાલુકા સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે બીજી તરફ ગાંધીનગરની ટીમે દેવગઢ બારીઆ નગરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો પર સપાટો બોલાવતાં સ્થાનીક પોલીસ તેમજ એલ.સી.બી. પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યાં છે.
——————————-