
રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪
દાહોદ સંસદીય મતવિસ્તાર માટે પોલીસ ઓબ્ઝર્વર સુશ્રી નિવેદિતા કુકરેટી કુમાર ની નિમણૂક
પોલીસ ઓબ્ઝર્વર સુશ્રી નિવેદિતા કુકરેટી કુમાર વિશ્રામ ગૃહ દાહોદ ખાતેના કોન્ફરન્સરૂમમાં સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધીમાં મળી શકાશે
દાહોદ તા. ૨૨
ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલી બનતા ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે લો એન્ડ ઓર્ડરની કામગીરીની દેખરેખ માટે પોલીસ ઓબ્ઝર્વર તરીકે ૨૦૦૮ ની બેચના આઈ.પી.એસ. સુશ્રી નિવેદિતા કુકરેટી કુમાર ની નિમણુંક કરવામાં આવી છે.
પોલીસ ઓબ્ઝર્વરશ્રી ને સામાન્ય જનતા તા.૨૨/૦૪/૨૦૨૪ થી તા.૨૫/૦૪/૨૦૨૪ (રવિવાર સિવાય) અને તા.૦૨/૦૫/૨૦૨૪ થી તા.૦૫/૦૫/૨૦૨૪ (રવિવાર સિવાય) દરમિયાન, સમય ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધીમાં વિશ્રામ ગૃહ દાહોદ ના કોન્ફરન્સ રૂમ ખાતે મળી શકશે. જેમનો મોબાઈલ નંબર ૬૩૫૩૩ ૮૯૨૭૧ અને લેન્ડલાઇન.નં. ૦૨૬૭૩ ૨૪૯૨૭૨ પર સંપર્ક કરી શકાશે. અને ઈ મેઇલ આઈ ડી lsobserver22024@gmail.com છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
૦૦૦