
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ શહેરની એક દુકાનમાં એક્સપાયરી ડેટવાળું ખાદ્યપદાર્થની સામગ્રી મળી આવતા વહીવટી તંત્ર દ્વારા સીલ કરાઈ
દાહોદ તા.૦૮
દાહોદ શહેરમાં એક દુકાનની પેઢીમાં પોલીસને મળેલ બાતમીના આધારે ઓચિંતી રેડ પાડતાં દુકાનમાંથી એક્સપાયરી ડેથ વાળી ખાદ્ય પદાર્થની સામગ્ર મળી આવી હતી. આ અંગેની જાણ દાહોદ નગરપાલિકાના ફુડ એન્ડ સેફ્ટી વિભાગને કરાતાં પાલિકા તંત્રનો આ સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો અને પેઢીને તાત્કાલિક સીલ કરી દેવાતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
દાહોદ શહેરમાં આવેલ જુની કચેરી કસ્બા ખાતે આવેલ બી.એમ.સેલ્સ નામની દુકાનમાં પોલીસને મળેલ બાતમીના આધારે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. દુકાનમાંથી એક્સપાયરી ડેટ પુરી થઈ ગઈ હોવાન છતાં ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુનું વેચાણ થતું હતું. પોલીસે આવો ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓનો જથ્થો કબજે કરી દાહોદ નગરપાલિકાના ફુડ એન્ડ સેફ્ટી વિભાગને જાણ કરતાં સંલગ્ન અધિકારીઓ પણ આવી પહોંચ્યાં હતાં અને આ ખાદ્ય પદાર્થનો જથ્થામાં મસાલા, શરબત અને અથાણાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલ સુહાના તંદુરી મસાલાના નમુનાને પૃથ્થકરણ માટે વડોદરા મોકલી આપવામાં આવ્યો હતો અને આ સાથે આ દુકાનને પાલિકા દ્વારા જાહેરનામાના ભંગ બદલ સીલ કરી દેવામાં આવી હતી.
————————–