
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા રોહિતનાવાસ એકતા સંગઠન દ્વારા બાબા સાહેબ આંબેડકરના ૧૩૩ માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે
ગરબાડા મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ગરબાડા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તેમજ રાકેશભાઈ માળી ઉપસ્થિત રહ્યા
ગરબાડા તા. ૧૪
ગરબાડા તાલુકાના રોહિત વાસ ખાતે ગરબાડાનાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ ગરબાડા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ ગરબાડા મંડળ પ્રભારી રાકેશભાઈ માળી ઉપસ્થિતિમાં રોહિતવાસ એકતા સંગઠન દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની ૧૩૩ માં જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી અને ગરબાડા પાર્ટી પ્રમુખ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સ્મરણોને યાદ કર્યા હતા અને રોહિતવાસ એકતા સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ૧૩૩ ની જન્મ જયંતી નિમિત્તે રોહિત વાસ એકતા સંગઠન દ્વારા ગરબાડા નગરમાં રેલી પણ યોજી હતી જે રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના ૧૩૩ માં જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી