Thursday, 03/04/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના આફવા પી.એચ.સી.સેન્ટર વર્ષ દરમિયાન ડીલીવરી કેસોમાં સમગ્ર ગુજરાતમાં અગ્રસ્થાને ડિલિવરી બાબતે અગ્રસ્થાને રહેલા આફવા પી.એચ.સી સેન્ટરને તાલુકા તથા જિલ્લા કક્ષાએથી કોઈ પ્રોત્સાહન આપવામાં આવતું નથી!

April 14, 2024
        1169
ફતેપુરા તાલુકાના આફવા પી.એચ.સી.સેન્ટર વર્ષ દરમિયાન ડીલીવરી કેસોમાં સમગ્ર ગુજરાતમાં અગ્રસ્થાને  ડિલિવરી બાબતે અગ્રસ્થાને રહેલા આફવા પી.એચ.સી સેન્ટરને તાલુકા તથા જિલ્લા કક્ષાએથી કોઈ પ્રોત્સાહન આપવામાં આવતું નથી!

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના આફવા પી.એચ.સી.સેન્ટર વર્ષ દરમિયાન ડીલીવરી કેસોમાં સમગ્ર ગુજરાતમાં અગ્રસ્થાને

ડિલિવરી બાબતે અગ્રસ્થાને રહેલા આફવા પી.એચ.સી સેન્ટરને તાલુકા તથા જિલ્લા કક્ષાએથી કોઈ પ્રોત્સાહન આપવામાં આવતું નથી!

આફવા પી.એચ.સી માં એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાન એક વર્ષમાં 1002 સફળતાપૂર્વક ડીલીવરી કરાવાઈ

પ્રસૂતા માતા તથા બાળકને સરકારની યોજના મુજબ મમતા કીટ,ચા-નાસ્તો તથા ભોજન વિગેરે લાભ મળતા નહીં હોવાનો આક્ષેપ

સુખસર,તા.14

 

     ફતેપુરા તાલુકામાં ફતેપુરા,બલૈયા, સુખસર ખાતે સી.એચ.સી સેન્ટરો આવેલા છે.જ્યારે મોટી ઢઢેલી,ચીખલી તથા આફવા ખાતે પી.એચ.સી સેન્ટર કાર્યરત છે.જ્યારે તાલુકાના અન્ય કેટલાક ગામડાઓમાં બ્લોક સેન્ટરો પણ આવેલા છે.જેમાં દર્દી લોકોને સમયસર સારવાર મળે તે હેતુથી સરકાર દ્વારા વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.પરંતુ કેટલીક જગ્યા ઉપર તેનો દર્દી લોકોને પૂરેપૂરો લાભ મળતો નથી.જ્યારે કેટલીક જગ્યા ઉપર સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરી જે-તે જગ્યા ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની ફરજમાં સતર્કતા રાખી સેવા બજાવી રહ્યા છે.તેવી જ રીતે કેટલાક ગામડાઓમાં સ્થાનિક પી.એચ.સી,સી.એચ.સી સેન્ટર હોવા છતાં આફવા પી.એચ.સી સેન્ટર સફળતાપૂર્વક ડિલિવરી માટે પ્રખ્યાત થતાં દૂર દૂરથી આ પી.એચ.સી સેન્ટરમાં ડિલિવરી માટે પ્રસુતા બહેનો આવે છે.અને સફળ ડિલિવરી કરાવી શકે છે.અને જેથી આફવા પી.એચ.સી સેન્ટર ખાસ કરીને ડિલિવરી માટે જાણીતું થતાં તાલુકા કે જિલ્લા સ્તરે નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું હોવાનું જાણવા મળે છે.

         જાણવા મળેલી વિગતો મુજબ આફવા પી.એચ.સી સેન્ટર હોવા છતાં દર્દી લોકોને સ્ટાફની કામગીરી,સારવાર અને ખાસ કરીને ડીલીવરી કેસોમાં પ્રજાને સંતોષ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેમાં એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમ્યાન એક વર્ષમાં કુલ 1002 સફળ ડિલિવરી થયેલ હોવાનું જાણવા મળે છે.જેમાં ટ્વીન્સ ડિલિવરી 4,મૃત બાળ જન્મ 4,જ્યારે માતા મરણ થયેલ નથી. જેમાં બાળપુરુષ જન્મ 511,સ્ત્રી બાળ જન્મ 495 હોવાનું જાણવા મળે છે. તેમજ દિવસની ડીલીવરી 441 જ્યારે રાત્રિ દરમિયાન પ્રસુતિ 561 થયેલ હોવાનું જાણવા મળે છે.રક્તસ્ત્રાવનો કેસ આવેલ નથી.તેમ જ આ પી.એચ.સી સેન્ટરમાં ડિલિવરી માટે આવેલ પ્રસુતા બહેનો પૈકી 47 જેટલા કેસ કેટલાક કારણોસર અન્ય જગ્યાએ રીફર કરવામાં આવેલ હોવાનું પણ જાણવા મળે છે.જ્યારે 764 મહિલાઓએ આંકડીનો સહારો લીધો હોવાનું પણ જાણવા મળે છે.જો કે આ ડિલિવરી કરાવવા માટે આફવા પી.એચ.સી સેન્ટરના સ્ટાફ કર્મચારીઓ પૈકી જગદીશભાઈ જોશી દ્વારા 526, તેજલ બેન દ્વારા 172,વિજયભાઈ દ્વારા 278 અને અન્ય દ્વારા 26 જેટલી ડિલિવરીમાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું પણ જાણવા મળે છે.

         અહીંયા જણાવવું જરૂરી છે કે, આફવા પી.એચ.સી સેન્ટર ડીલીવરી કેસો માટે જાણીતું બની ચૂક્યું છે.તેમજ રાજ્ય કક્ષાએ પણ અગ્રેસર હોવા છતાં તાલુકા તથા જિલ્લા કક્ષાએથી કોઈ પ્રોત્સાહન આપવામાં આવતું નહીં હોવાનું જાણવા મળે છે.સાથે-સાથે પ્રસુતા માતા તથા બાળકને સરકાર દ્વારા મળવા જોઈતા લાભ જેવા કે, મમતા કીટ,ચા-નાસ્તો તથા ભોજન ની સુવિધા કેટલાક મહિનાઓથી આપવામાં નહીં આવતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.ત્યારે લાગતા-વળગતા તાલુકા,જિલ્લા તથા રાજ્યકક્ષાના જવાબદારોએ આફવા પી.એસ.સી સેન્ટરના કર્મચારીઓની કામગીરીને ધ્યાને લઈ પ્રોત્સાહિત કરી અન્ય પી.એચ.સી,સી.એચ.સી સેન્ટરના કર્મચારીઓને પોતાની ફરજની કામગીરી પ્રત્યે સજાગ રહે તેના માટે પ્રોત્સાહિત કરવા જરૂરી જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!