Sunday, 08/09/2024
Dark Mode

*ફતેપુરા તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા આચારસંહિતાનો ભંગ કરાતા રજૂઆત*

April 10, 2024
        5817
*ફતેપુરા તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા આચારસંહિતાનો ભંગ કરાતા રજૂઆત*

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા આચારસંહિતાનો ભંગ કરાતા રજૂઆત*

*ફતેપુરા તાલુકાના ફતેગડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા ભાજપની મિટિંગમાં ભાજપનો ખેસ તથા ટોપી પહેરી હાજરી આપી હતી

સુખસર,તા.10

*ફતેપુરા તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા આચારસંહિતાનો ભંગ કરાતા રજૂઆત*

     ફતેપુરા તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક જે સરકારી કર્મચારી હોવા છતાં ભાન ભૂલી આચારસંહિતાનો ભંગ કરતા તેની દાહોદ જિલ્લા કલેકટર,દાહોદ લોકસભા સીટ ઓબ્ઝર્વર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરાતા શિક્ષણ આલમમાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.

        પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ફતેગડી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પુનાભાઈ પારગી ગત તારીખ 4 એપ્રિલ 2024 ના રોજ ઝાલોદ મુકામે એક રાજકીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અને કાર્યક્રમના આયોજક ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ વાળો ખેસ તથા ટોપી પહેરી પક્ષના કાર્યકરની જેમ કામ કરતા જાહેર જનતા સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા.જેના અનુસંધાને આદર્શ ચૂંટણી આચાર સંહિતા અને ગુજરાત કર્મચારી વર્ગનો નિયમ ભંગ બદલ રીટર્નિંગ ઓફિસર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દાહોદ સીટ અને કલેકટર દાહોદ તથા ઓબ્ઝર્વર દાહોદ લોકસભા સીટ સહિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ફતેપુરાને લેખિત રજૂઆત કરી જણાવવામાં આવ્યું છે કે,ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં આપના તાબાનો એક કર્મચારી ગુજરાત કર્મચારી વર્તણુક નિયમો અને ચૂંટણી પંચ દ્વારા જાહેર આદર્શ આચાર સંહિતાનો સરેઆમ ભંગ કરતા હોય આ બાબત આપની કચેરી અને આપના માટે ખુબ સરસ જનક બાબત હોવાનું જણાવેલ છે.જેથી આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ આદર્શ ચૂંટણી આચાર સંહિતા અને ગુજરાત કર્મચારી વર્તુણુકના નિયમોના ભંગ બદલ ઉપરોક્ત કર્મચારી ઉપર તાત્કાલિક પગલા લેવામાં આવે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

        સરકારી કર્મચારી આચારસંહિતાનો ભંગ ના કરી શકે* શિક્ષક તરીકે ફરજ બજાવતા કર્મચારીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે તેવી ચોક્કસ માહિતીની જાણ અમો પાસે નથી.અને આ બાબત સત્ય હશે તો તે કર્મચારી સામે યોગ્ય પગલા ભરવા માં આવશે. 

*(આરત સિંહ બારીયા ડી.પી.ઈ.ઓ)*

 અમારા તરફથી તમામ શિક્ષકોને જાણ કરી દેવામાં આવેલ છે કે,કોઈએ આચાર સંહિતાનો ભંગ કરવો નહીં. છતાં સોશિયલ મીડિયામાં ફરતા ફોટા મેં જોયા છે.પરંતુ મારી ટ્રાન્સફર થઈ ગયેલ હોય માટે હું હજી નામજોગ કે ફેસ ઉપરથી તે કર્મચારીને ઓળખતી નથી.અને આ બાબત સત્ય હશે તો તેવા કર્મચારી સામે પગલા ભરવામાં આવશે. 

     *(જીજ્ઞાબેન અમૃતિયા,ટી.પી.ઇ.ઓ)

      મારા સેજા માં આવતી તમામ પ્રાથમિક શાળાઓમાં આચાર સંહિતાના ભંગ વિશે તમામ શિક્ષકોને વોર્ડ શોપ ગ્રુપના માધ્યમથી જાણ કરી દેવામાં આવેલ છે.જો કોઈ શિક્ષક કર્મચારી આચારસંહિતાનો ભંગ કરશે તો તે કર્મચારીને પોતાની જવાબદારી રહેશે તેવી જાણ અમોએ કરી દીધેલ છે. 

*(શૈલેષ.આર.મહીડા,સી.આર.સી વાગડ)*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!