
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં રાજપૂત સમાજે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ સાથે કલેકટરને આપ્યું આવેદન.
દાહોદ તા.04
લોકસભા 2014 ની ચૂંટણીમાં રાજકોટ બેઠક પર ઉમેદવારી કરનાર બીજેપીના કદાવર નેતા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજપૂત સમાજ માટે અશોકનીય ટિપ્પણી કરતા વિવાદનો મધપૂડો છંછડાતા વિરોધ વંટોળ ઉભો થવા પામ્યો છે. જેની અસર મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પણ હવે દેખાવા પામી છે. જિલ્લાભરમાં વસતા સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ભેગા મળી આજરોજ પરસોત્તમ રૂપાલા ની ઉમેદવારી પરત ખેંચવાની માંગ સાથે દાહોદ કલેકટર યોગેશ નિર્ગુડે ને આવેદન આપી રજૂઆત કરી છે. ત્યારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી સભામાં કરવામા આવેલા રાજપૂત સમાજની મહિલાઓને અપમાનજનક લાગે તેવી રીતે કહ્યુ હતુ કે, રાજા મહારાજાઓ અંગ્રેજો સામે નમી ગયા, રોટી-બોટીનો વ્યવહાર કર્યો અને દુશ્મનો સામે ક્ષત્રિયોની તલવાર પણ કામ ના આવી તેવુ નિવેદન કરવામા આવ્યુ હતુ. જેને લઈને રાજપૂત સમાજમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે ત્યારે દાહોદમાં પણ રાજપૂત સમાજને ભેગા મળી દાહોદ કલેકટરને આવેદન આપી પુરુષોત્તમ રૂપાલા ની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ કરી છે.અને જો આવનારા સમયમાં જો પરસોત્તમ રૂપાલા ની ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો સમાજ જે રીતે રૂપરેખા નક્કી કરશે તે પ્રમાણે દાહોદ જિલ્લામાં વસતા રાજપૂત સમાજ આગળની રણનીતિ પર કામ કરશે તેમ જણાવ્યું હતું.