રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા લોક દરબાર યોજાયો ..
દાહોશ તા. ૨૭
રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે લીમખેડા ડિવિઝન ના નવા નાયબ પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ લેતા એમ.બી.વ્યાસ દ્વારા લીમખેડા માં આવતા તમામ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી તેમાં રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે 27 3 24 ના રોજ સવારે 11:00 કલાકે સિંગવડ તાલુકાના આગેવાનો સરપંચો માજી સરપંચો તથા ગામના આગેવાનો તથા નાગરિકોને ભેગા કરીને રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો તેમાં રણધીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી.બી. રાઠવા દ્વારા નવા નાયબ પોલીસ અધિક્ષક એમ.બી. વ્યાસ સાહેબનો પરિચય આપ્યો હતો ત્યાર પછી નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પણ આવેલા બધાનો પરિચય લેવામાં આવ્યો હતો ત્યાર પછી પોલીસને લગતી કોઈપણ સમસ્યા હોય તે જણાવવા કહ્યું હતું જ્યારે આવેલા લોકોમાંથી સિંગવડ બજારમાં કેમેરા નાખવા તથા પોલીસ સ્ટાફને રહેવા માટે આવાસ તથા વધારા સ્ટાફ ની રજૂઆત કરવામાં આવી હતી જ્યારે નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ઉપર રજૂઆત કરીને બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.