Sunday, 08/09/2024
Dark Mode

લોકસભા ચૂંટણી સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારીએ સાયન્સ કોલેજ ખાતે ઇવીએમ મશીન તેમજ સ્ટ્રોંગરૂમ ની મુલાકાત લીધી.

March 20, 2024
        815
લોકસભા ચૂંટણી સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારીએ સાયન્સ કોલેજ ખાતે ઇવીએમ મશીન તેમજ સ્ટ્રોંગરૂમ ની મુલાકાત લીધી.

રાજેશ વસાવે :- દાહોદ 

લોકસભા ચૂંટણી સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારીએ સાયન્સ કોલેજ ખાતે ઇવીએમ મશીન તેમજ સ્ટ્રોંગરૂમ ની મુલાકાત લીધી.

દાહોદ તા. ૨૦ 

 દાહોદ જિલ્લાના ઝાલોદની સરકારી સાઈન્સ કોલેજ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી 2024. જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે દ્વારા ઝાલોદ ની સરકારી સાઈન્સ કોલેજ ખાતે EVMs, VVPATs and PB સ્ટ્રોગ રૂમની મુલાકાત લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં મતદાનની તા.07/05/2024 નક્કી કરવામાં આવેલ છે. તેમજ મત ગણતરીની તા.04/06/2024 ની નક્કી કરવામાં આવેલ છે. ચૂંટણીલક્ષી વિવિધ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે દ્વારા જિલ્લાના EVMs, VVPATs and PB Strong Room ની મુલાકાત લેવામાં આવી હતી.

આગામી લોકસભાની ચૂંટણીને લઈને મતદાન સમયે કોઈપણ રીતે કોઈ કચાશ ન રહી જાય તે માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા વિધાનસભા કક્ષાના EVMs, VVPATs and PB Strong Room ની મુલાકાત લઈને તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ અધિકારીઓની ઉપસ્થિતીમાં હાલમાં ચાલતી તૈયારીઓ અંગને તાગ મેળવ્યો હતો. EVMs, VVPATs and PB Strong Room ની મુલાકાત લીધી હતી અને ઝાલોદ તાલુકાના સેન્સિટિવ બુથ ની જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મુલાકાત લઈને ગામજનો સાથે મીટીંગ યોજી અને ગ્રામજનોને જણાવવાનું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને વઘુ મતદાન કરાવો અને મતદાન જાગૃતિ આવે તેવી અપીલ કરી હતી EVMs, VVPATs and PB Strong Room અને સેન્સિટીવ બુથ ની મુલાકાત દરમિયાન દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલા,ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી એ કે ભાટીયા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી આર પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે એચ ગઢવી, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!