#DahodLive#
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી
દાહોદ તા. ૨૦
જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે અને જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા એ દાહોદ સરકારી ઇજનેર કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે એ મતગણતરી કેન્દ્ર ખાતે વિધાનસભા વાર તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગરૂમ, મતગણતરી રૂમની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મીડિયા સેન્ટર,ચૂંટણી નિરીક્ષકોનાકક્ષ, જિલ્લા ચૂંટણી અધિકારી કક્ષ, કોમ્પ્યુટર કક્ષ,હરીફ ઉમેદવાર કક્ષ સહિત વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા ચુંટણી અધિકારી સુશ્રી હેતલબેન, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ, સહિત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી, પ્રિન્સિપાલ સરકારી ઈજનેરી કોલેજ દાહોદ, મામલતદાર ચૂંટણી દાહોદ સહિત સંબધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
૦૦૦