રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં હોળી ટાણે મહિલાઓ દ્વારા રંગેચંગે ફાગોત્સવની ઉજવણી કરાઈ…
સતત 11 વર્ષથી યોજાતા ફાગોત્સવમાં 35 જેટલી મહિલા મંડળોએ ભાગ લીધો.
દાહોદ તા.૧૭
દાહોદ ની વુમનીયા ગ્રૂપ દ્રારા હોળી નિમિત્તે સતત 11 માં વર્ષે ફાગોત્સવ નું આયોજન કરાયું જેમાં અલગ અલગ સમાજ ના 35 જેટલા મહીલા મંડળે ભાગ લઈ હોળી પર્વ ના ગીતો સાથે અલગ અલગ ક્રુતિ ઑ રજૂ કરી હતી..
દાહોદ જિલ્લા માં હોળી નો તહેવાર એટલે ખૂબ ધામધૂમ થી તેમજ અલગ અલગ વિસ્તાર અલગ અલગ કાર્યક્રમો નું આયોજન થતું હોય છે વિવિધ મેળાઓ પણ આકર્ષણ નું કેન્દ્ર બંતા હૉય છે હોળી પહેલા જ કેટલાય દિવસો થી અલગ અલગ કાર્યક્રમો થતાં હોય છે જેમાં આજે વુમનીયા ગ્રૂપ દ્રારા સતત 11 માં વર્ષે ફાગોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક સમરસ્તા જળવાય અને હોળી નો તહેવાર ઉત્સાહભેર ઉજવી શકાય તે માટે દર વર્ષે આ કાર્યક્ર્મ નું આયોજન થાય છે જેમાં તમામ સમાજ ની મહિલા ઑ પોતાના ગ્રૂપ સાથે હોળી ના ગીતો ઉપર નૃત્ય પ્રસ્તુતિ કરે છે અને મહિલાઓ માં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે આજે યોજાયેલા ફાગોત્સવ માં અલગ અલગ સમાજ ની 35 જેટલા મહિલા મંડળે ભાગ લીધો હતો
અને અલગ અલગ વેષભૂષા સાથે કૃતિઓ નૃત્ય પ્રસ્તુતિ કરી હતી તો સાથે રાધાકૃષ્ણ ની વેશભૂષા માં પણ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા અબીલ ગુલાલ ની છોળો તેમજ પુષ્પવર્ષા સાથે ફાગોત્સવ ની ઉજવણી કરી હતી અને આજથી જ હોળી પર્વ ની શરૂઆત થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો મહિલા ઑ ના આ કાર્યક્ર્મ ને પ્રોત્સાહિત કરવા માટે દાહોદ ના ધારાસભ્ય સહિત ના પદાધિકારીઓ એ પણ હાજરી આપી હતી અને મહિલાઓ ને પ્રોત્સાહઇત કરી હતી